બ્રેકિંગ ન્યુઝ
VTV / The government even gave 3 DA to the employees but took away the big exemption, implemented the new rule
Hiralal
Last Updated: 05:34 PM, 4 April 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને તાજેતરમાં 3 ટકા વધારો આપીને ખુશ તો કરી દીધા છે પરંતુ તેની સાથે નાખુશ પણ કર્યાં છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓને જીપીએફની આવક પર ટેક્સમાં છૂટ મળતી હતી પરંતુ 1 એપ્રિલથી સરકારે તેને ખતમ કરી નાખી છે એટલે કે હવે જીપીએફ વ્યાજની આવક પર સરકારી કર્મચારીઓએ ટેક્સ ચુકવવો પડશે.
1 એપ્રિલથી લાગુ પડશે જીપીએફ વ્યાજની આવક પર ટેક્સ
ADVERTISEMENT
જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) પર ટેક્સનો નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે. અત્યાર સુધી જીપીએફ પર વ્યાજથી થતી કમાણી કરમુક્ત હતી, પરંતુ હવેથી તેના પર ટેક્સ લાગશે.જોકે આને માટે એક મર્યાદા નક્કી કરાઈ છે. વ્યાજની આવક એક મર્યાદાની પાર જશે તો જ ટેક્સ લાગશે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરના બજેટમાં જીપીએફ પર ટેક્સના નિયમની જાહેરાત કરી હતી. હવે આ નિયમ નવા નાણાકીય વર્ષ પર 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે.
શું છે જીપીએફ
ADVERTISEMENT
જીપીએફ ફક્ત સરકારી કર્મચારીઓને લાગુ પડતો એક પ્રકારનો પીએફ છે. જીપીએફ તમામ સરકારી કર્મચારીઓને લાગુ પડે છે જ્યારે પીએફ 20થી વધારે કર્મચારીઓ ધરાવતી પ્રાઈવેટ સંસ્થાઓ કે કંપનીઓને લાગુ પડે છે. સરકારી કર્મચારીઓએ એક નિશ્ચિત રકમ જીપીએફમાં જમા કરાવવી પડતી હોય છે અત્યાર સુધી તો જીપીએફ વ્યાજની આવક ટેક્સ મુક્ત હતી પરંતુ હવે નથી રહી.
બિન સરકારી કર્મચારીઓ માટે જીપીએફ પર ટેક્સ લગાવવાની મર્યાદા 2.5 લાખ રૂપિયા
ADVERTISEMENT
ગયા વર્ષે સરકારે આવકવેરા નિયમો, 1962માં જીપીએફ પર ટેક્સને લઈને કેટલાક ફેરફાર કર્યા હતા. આ ફેરફારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, બિન સરકારી કર્મચારીઓ માટે જીપીએફ પર ટેક્સ લગાવવાની મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. સરકારી કર્મચારીઓ માટે આ મર્યાદા 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. એટલે કે જો કોઈ ખાનગી કંપનીનો કર્મચારી જીપીએફમાં 2.5 લાખ રૂપિયાનું રોકાણ કરે અને તેના પર વ્યાજ મેળવે છે, તો ટેક્સ ભરવો પડશે.
સરકારી કર્મચારી 5 લાખનો જીપીએફ જમા કરાવે તો વ્યાજ પર લાગશે ટેક્સ
સરકારી કર્મચારીઓ માટેનો નિયમ બીજો છે. જો કોઈ કર્મચારી જીપીએફમાં 5 લાખ રૂપિયા જમા કરાવે અને તેના પર વ્યાજ મેળવે તો વ્યાજ આવક પર ટેક્સ આપવો પડશે. સરકારી કર્મચારીઓની જીપીએફ અન્ય કોઇ કંપનીના નાણાં જમા કરાવતી નથી, જ્યારે ખાનગી કંપનીઓના કિસ્સામાં કર્મચારી ઉપરાંત કંપની પોતાના નાણાં પણ જમા કરાવે છે.
ADVERTISEMENT
ટેક્સની ગણતરી કેવી રીતે કરવી
જીપીએફ પર ટેક્સની ગણતરી માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 પછી પીએફ ખાતામાં બે પ્રકારના ખાતા હશે. કરપાત્ર એકાઉન્ટ અને નોન ટેક્સેબલ એકાઉન્ટ. નોન ટેક્સેબલ એકાઉન્ટમાં એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ 31 માર્ચ 2021ના રોજ જાહેર કરવાનું રહેશે. કર્મચારીએ ગત વર્ષ 2021-22ના અને ગત વર્ષે જ ખાતામાં જમા કરાવેલા નાણાં અને જે ટેક્સેબલ એકાઉન્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી તે નોન ટેક્સેબલ એકાઉન્ટમાં આપવાના રહેશે. ઉપર જણાવેલા બન્ને કેસમાં વ્યાજ મળતું હોય તો તે પણ નોન ટેક્સેબલ એકાઉન્ટમાં દાખલ કરવાનું રહેશે.કર્મચારી વતી જમા કરવામાં આવેલા નાણાં 2021-22 અને તેનાથી આગળના ટેક્સેબલ એકાઉન્ટમાં નોંધવામાં આવશે. નિયમ મુજબ કર્મચારીએ 31 માર્ચ 2021 પહેલા જીપીએફમાં જમા કરાવેલા પૈસા ટેક્સેબલ નહીં હોય અને 31 માર્ચ 2022 બાદ જો નિર્ધારિત મર્યાદાથી વધારે રકમ જમા કરાવવામાં આવે તો તેના પર ટેક્સ ભરવાનો રહેશે. આ મર્યાદા બિન સરકારી કર્મચારીઓ માટે 2.5 લાખ અને સરકારી કર્મચારીઓ માટે 5 લાખ નક્કી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.