ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભારત / The first picture surfaced after the Pran Pratishtha festival at the Ayodhya Ram temple
Last Updated: 02:32 PM, 22 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
श्री रामलला सरकार के भव्य प्राण प्रतिष्ठा महोत्सव का श्री राम जन्मभूमि मंदिर परिसर से सीधा प्रसारण
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 22, 2024
LIVE Webcast of Prana Pratishtha Mahotsav of Shri Ramlalla Sarkar, from Shri Ram Janmabhoomi Mandir complex. https://t.co/YL3bPjrwcX
ADVERTISEMENT
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આજે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમમાં સાધુ સંતો, બોલિવૂડ સ્ટાર સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન દ્વારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ રામ મંદિર પરિસર જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ત્યારે ભગવાન શ્રી રામની પ્રથમ તસ્વીર સામે આવવા પામી હતી.
ADVERTISEMENT
84 સેકન્ડનું જ શુભ મુહૂર્ત
84 સેકન્ડનું ખૂબ જ શુભ મુર્હૂર્તમાં સ્થાપના કરવામાં આવી હતી. જેમાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવ્યો હતો. કાશીના જ્યોતિષી પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્વિડે પસંદ કરેલા મુહૂર્ત પર રામલલાની સ્થાપના કરવામાં આવી હતી.
अवधपुरी प्रभु आवत जानी।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 20, 2024
भई सकल सोभा कै खानी॥ pic.twitter.com/KE8WMfPoyr
ADVERTISEMENT
રામ મંદિરની આ 10 ખાસ વાતો
ADVERTISEMENT
ક્યારથી દર્શન?
22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના પછીના દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી. બીજા દિવસથી તેમના માટે કપાટ ખુલી જશે.
ADVERTISEMENT
મંદિર ક્યાં સુધી ખુલ્લું રહેશે?
અયોધ્યા રામ મંદિર સવારે 7:00થી 11:30 અને ત્યારબાદ બપોરે 2:00થી સાંજના 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે.
रमानाथ जहँ राजा सो पुर बरनि कि जाइ।
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 20, 2024
अनिमादिक सुख संपदा रहीं अवध सब छाइ॥ pic.twitter.com/BIvEkBqchF
રામ મંદિર માટે દેશભરમાંથી ભેટો આવી
આરતીમાં કેવી રીતે ભાગ લેવો
અયોધ્યાના રામ મંદિરમાં આરતીમાં ભાગ લેવા માટે શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પાસ લઈ શકાય છે. પાસ માટે માન્ય ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) હોવું જરૂરી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે. રામ મંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વખત આરતી થાય છે. પ્રથમ – સવારે 6:30 વાગ્યે, જેને શ્રૃંગાર આરતી કહેવામાં આવે છે. બીજું – બપોરે 12:00 કલાકે જેને ભોગ આરતી કહેવામાં આવે છે અને ત્રીજી સાંજે 7:30 કલાકે જેને સંધ્યા આરતી કહેવામાં આવે છે.
વધુ વાંચોઃ અયોધ્યા રામ મંદિર માટે ગુજરાતનાં આ બિઝનેસમેને આપ્યું 101 કિલો સોનાનું દાન, જાણો કોણ
આખું મંદિર ક્યારે તૈયાર થશે
નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણ કાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ અને પૂર્વ અમલદાર નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, મંદિરનું નિર્માણ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.