બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / The first list of 195 BJP candidates, including 15 in Gujarat, has been announced

મહામંથન / ગુજરાતમાં 15 સહિત ભાજપની 195 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર, અસ્તિત્વની લડાઈમાં કોંગ્રેસ ક્યાં અટકી?

Dinesh

Last Updated: 10:41 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને સફળ બનાવવા કોંગ્રેસ મહેનત કરી રહી છે. તો ભાજપ કેટલી સીટ જીતશે તેનો દાવો સંસદમાં જ વડાપ્રધાન જણાવી ચુક્યા છે.

લોકસભા ચૂંટણીમાં 400 પારના લક્ષ્ય સાથે ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. 195 ઉમેદવારોની યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામનો પણ સમાવેશ કરાયો છે. ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારી દીધા છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. તો બીજીબાજુ સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીએ પણ અમુક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે કોંગ્રેસ હજી મંથન કરી રહી છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને સફળ બનાવવા કોંગ્રેસ મહેનત કરી રહી છે. ભાજપ કેટલી સીટ જીતશે તેનો દાવો સંસદમાં જ વડાપ્રધાન જણાવી ચુક્યા છે. 370 સીટ જીતવા માટે ભાજપે સંકલ્પ લીધો છે. ઉત્તર પ્રદેશ જ્યાં સૌથી વધુ 80 લોકસભા સીટ છે ત્યાં 51 બેઠકો પર ભાજપે હાલ વિશેષ ધ્યાન આપીને વધુ ફેરફાર કર્યો નથી. જે 4 સીટ પર ભાજપ હારી હતી, ત્યાં જ નવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. હવે વિપક્ષ એ પ્રયાસ કરશે કે ભાજપના જાહેર થયેલા ઉમેદવારોની સામે પોતાના દિગ્ગજ ઉમેદવારોને મેદાનમાં ઉતારે. જે ઉમેદવાર જીત અપાવવા માટે સક્ષમ હશે તેની પસંદગી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં કોણ જીત મેળવશે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ સમાન છે. ત્યારે ભાજપના વિજયરથને આ વર્ષે વિપક્ષ ટક્કર આપી શકશે કે નહીં તેના પર સૌ કોઈની નજર છે.

કોંગ્રેસ ક્યારે જાહેર કરશે પ્રથમ યાદી?
કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર કરી શકે છે. ઉમેદવારો પર ચર્ચા કરવા માટે કોંગ્રેસે આગામી સપ્તાહ બેઠક બોલાવી છે. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં નામ નક્કી કરવામાં આવશે. 12થી વધુ રાજ્યમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પૂર્વોત્તરના તમામ રાજ્ય, કેરળ અને મધ્યપ્રદેશ જેવા રાજ્ય સામેલ છે. કોંગ્રેસ 100 બેઠક પર ઉમેદવારના નામ નક્કી કરવા ચર્ચા કરશે. આગામી સપ્તાહ ઉત્તરપ્રદેશ, પંજાબ, ચંદીગઢની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે. ઉત્તરાખંડ, હરિયાણા, જમ્મૂ-કશ્મીરમાં પણ મળશે. સ્ક્રીનિંગ કમિટીની બેઠક. કોંગ્રેસમાં ઉત્તર ભારતના મોટા ચહેરા પર વિચારણા હજુ બાકી. દિગ્વિજયસિંહ, કમલનાથ, અશોક ગેહલોત, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી મુદ્દે નિર્ણય બાકી

2019માં ભાજપનું પ્રદર્શન
2019માં ભાજપ એકલા હાથે 436 બેઠક પર ચૂંટણી લડ્યું હતું. ભાજપને 436માંથી 303 બેઠક પર જીત મળી હતી. આ આંકડો બહુમતના આંકડા 272થી વધુ હતો 

2019ના ચૂંટણી પરિણામ
NDA    351 બેઠક
UPA    90 બેઠક
સપા-બસપા ગઠબંધન    15 બેઠક


પ્રથમ યાદીમાં કયા દિગ્ગજો સામેલ?

  • વારાણસી    નરેન્દ્ર મોદી
  • ગાંધીનગર    અમિત શાહ
  • અરુણાચલ પશ્ચિમ    કિરેન રિજિજૂ
  • અરુણાચલ પૂર્વ    તાપિર ગાઓ
  • દિબ્રુગઢ     સર્વાનંદ સોનોવાલ
  • ઉત્તર-પૂર્વ દિલ્લી    મનોજ તિવારી
  • નવી દિલ્લી    બાંસુરી સ્વરાજ
  • રાજકોટ    પરશોત્તમ રુપાલા
  • પોરબંદર    મનસુખ માંડવિયા
  • જામનગર     પૂનમ માડમ
  • નવસારી    સી.આર.પાટીલ
  • ભોપાલ    આલોક શર્મા
  • ગુના    જ્યોતિરાદિત્ય સિંધિયા
  • વિદિશા    શિવરાજસિંહ ચૌહાણ
  • અલવર    ભૂપેન્દ્ર યાદવ
  • બીકાનેર     અર્જુન રામ મેઘવાલ

વાંચવા જેવું: બનાસકાંઠામાં ભાજપે એક કાંકરે ત્રણ ટાર્ગેટ સર કર્યા, પીઢ પરબતકાકાને કાપી નવા નક્કોર ચહેરાને સ્થાન, જાણો કોણ છે રેખાબેન ચૌધરી

કયા પક્ષે જાહેર કરી ઉમેદવારોની યાદી?
ભાજપે પ્રથમ યાદીમાં 195 ઉમેદવારના નામ જાહેર કર્યા. સમાજવાદી પાર્ટીએ 3 યાદીમાં 32 ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. AAP પર દિલ્લીની 4 બેઠક પર ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ