બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Selection of BJP candidate Rekhaben Chaudhary for Banaskantha Lok Sabha seat

ચૂંટણી 2024 / બનાસકાંઠામાં ભાજપે એક કાંકરે ત્રણ ટાર્ગેટ સર કર્યા, પીઢ પરબતકાકાને કાપી નવા નક્કોર ચહેરાને સ્થાન, જાણો કોણ છે રેખાબેન ચૌધરી

Dinesh

Last Updated: 06:19 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ભાજપએ ગુજરાતની 26 બેઠકો પૈકી 15 બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. જાણો ક્યા સમીકરણોના આધારે બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીની પસંદગી કરાઈ

ભાજપે લોકસભાની જાહેરાત થાય તેના પહેલા જ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની 26 બેઠકો પૈકી 15 બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે. જેમાં 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે પાંચ ઉમેદાવરોના પત્તા કપાયા છે. જેમાં દિગ્ગજ અને સતત વિજેતાની ખ્યાતી ધરાવતા પરબત પટેલને પણ સાઈડ લાઈન કરાયા છે. બનાસકાંઠા લોકસભા બેઠક પરના ભાજપે એવા સમીકરણોના ચોંગઠા ગોઠવ્યા છે કે, અહીં એક કાંકરે અનેક પક્ષી વિધવા જેવો ઘાટ રચ્યો કહી તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. 
   ક્યા સમીકરણોના આધારે મહિલા ઉમેદવાર રેખાબેન ચૌધરીની પસંદગી કરાઈ..... રાજકીય વિશ્લેષકોના મત 1. જાતિગત સમીકરણ 2. મહિલા ઉમેદવાર 3. પરબત પટેલ સાઈડ લાઈન   

જાતિગત સમીકરણ
બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો અહીં ઠાકોર સમાજ બાદ ચૌધરી સમાજનો પ્રભુત્વ વધુ છે. સાથો સાથ પરબત પટેલ ગત ચૂંટણીમાં ચૌધરી ઉમેદવાર તરીકે ઉતર્યા હતાં. જે જાતિગત સમીકરણ યથાવત રાખીને ફરી ચૌધરી સમાજ પર ભાજપે ભરોસો મુક્યો છે. 

લોકસભા ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી વાંચવા અહીં ક્લિક કરો

મહિલા ઉમેદવાર
એક મહિલા ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીની પસંદગી મહિલા વોટબેન્કને ટાર્ગેટ રાખીને કરાઈ છે. આ બેઠક પરની મહિલાઓ મોટાભાગે બનાસ ડેરી સાથે સંકળાયેલી છે. જેને ધ્યાને રાખીને ડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાકાકાની પૌત્રી ડો. રેખાબેનને ટિકિટ આપવાનું એક કારણ કહી શકાય

પરબત પટેલ સાઈડ લાઈન
બનાસકાંઠા બેઠક પર ગત લોકસભાની ચૂંટણીમાં લીડ સાથે વિજેતા બનેલા તેમજ થરાદ વિધાનસભા બેઠક પર મજબૂત પક્કડ જમાવી બેઠલા પરબત પટેલને સાઈડ લાઈન કરાયા છે. જો કે, તેમની સાઈડ લાઈનનું એક કારણ તેમની ઉંમર પણ ગણાઈ રહી છે સાથો સાથ બીજો પણ કેટલાક કારણો રાજકીય વિશ્લેષકોના મતે છે. 

લોકસભામાં પરબત પટેલે કહ્યું- વીમા કંપનીઓએ ગુજરાતના ખેડૂતો સાથે ગરબડ કરી,  કોઇએ ફોન ન ઉઠાવ્યા | Crop insurance companies irresponsibility issue Lok  Sabha Banaskantha MP parbat patel

કોણ છે રેખાબેન ચૌધરી ?
ડો. રેખાબેન ચૌધરી, બનાસકાંઠાના લોખો પશુપાલકો જેમના કારણે સ્વામાભેર પોતાનું જીવન જીવી રહ્યાં છે, એવા બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી છે.  તેઓ ભાજપના સક્રિય કાર્યકર અને મોરબી જિલ્લાના પ્રભારી હિતેશ ચૌધરીના ધર્મ પત્ની છે. તેમણે M.sc., M.phil., Ph.D (Mathematics) અભ્યાસ કરેલો છે. વ્યવસાય- પ્રાધ્યાપક, એન્જિનિયરિંગ કોલેજ

વાંચવા જેવું: ગુજરાતમાં ભાજપના 15 ઉમેદવારોમાંથી 10 રિપીટ, 5 નવા નામો, આ જૂનાજોગીઓના પત્તા કટ

રેખાબેન ચૌધરીએ શું કહ્યું ?
બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ કહ્યું કે, બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે પસંદગી કરવા બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માન્યો છે. એક મહિલાને ટિકિટ આપી ભાજપે નારી શક્તિનું સન્માન કર્યું છે. તેમણે કહ્યું કે, મને ટિકિટ આપીને બનાસડેરીના આદ્યસ્થાપક સ્વ ગલબાકાકાને સાચી શ્રધદ્ધાજલી અર્પણ કરી છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ