બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / The final match of IPL can be held here, not Ahmedabad

IPL 2024 / અમદાવાદ નહીં, અહીં યોજાઇ શકે છે આઇપીએલની ફાઇનલ મેચ! સામે આવી સૌથી મોટી અપડેટ

Priyakant

Last Updated: 02:10 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News :એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નાઈમાં યોજાશે

IPL 2024 : IPL 2024ની ફાઇનલ મેચને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફાઈનલ કદાચ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જાણવા મળ્યું છે કે, એક ક્વોલિફાયર અને એક એલિમિનેટર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે બીજી ક્વોલિફાયર ચેન્નાઈમાં યોજાશે.

ક્યાં થશે IPL 2024ની ફાઈનલ ?
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, IPL ગવર્નિંગ કાઉન્સિલે ગયા વર્ષના ડિફેન્ડિંગ ચેમ્પિયન (ચેન્નઈ સુપર કિંગ્સ)ના હોમ ગ્રાઉન્ડ પર ઓપનિંગ મેચ અને ફાઈનલ યોજવાની પરંપરાનું પાલન કર્યું છે. BCCIએ સામાન્ય ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને IPLની બાકીની મેચોના શેડ્યૂલને આખરી ઓપ આપી દીધો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.  જો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઇનલમાં પહોંચે છે, તો તેની પાસે તેના હોમ ગ્રાઉન્ડ પર મહેન્દ્ર સિંહ ધોનીને વિદાય આપવાની શાનદાર તક હશે.

મહેન્દ્ર સિંહ ધોની IPL 2024 પછી ફરી આ લીગમાં રમતા જોવા મળે તેવી શક્યતા નથી. BCCIએ સામાન્ય ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને IPLની બાકીની મેચોના શેડ્યૂલને આખરી ઓપ આપી દીધો છે અને તે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. IPLના આયોજકોએ મહિનાની પ્રથમ 21 મેચનું શેડ્યૂલ 15 દિવસ પહેલા જ જાહેર કર્યું હતું.

PL પ્લેઓફ મેચો ક્યાં રમી શકાય?  

  • 1. ફાઈનલ મેચ – ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ
  • 2. પ્રથમ ક્વોલિફાયર – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ  
  • 3. એલિમિનેટર- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
  • 4. બીજો ક્વોલિફાયર - ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ

વધુ વાંચો: ધોની-રોહિત બાદ IPLમાં કોણ છે સૌથી અનુભવી કેપ્ટન? નામ ચોંકાવનારું, જુઓ શું કહે છે આંકડા

IPL 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ  
તમને જણાવી દઈએ કે, IPL 2024માં અત્યાર સુધી ત્રણ મેચ રમાઈ છે. IPL 2024 ની શરૂઆતની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું હતું. બીજી મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સ ખાતે ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 રનથી હરાવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ