બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Who is the most experienced captain in IPL after Dhoni-Rohit The name is shocking

IPL 2024 / ધોની-રોહિત બાદ IPLમાં કોણ છે સૌથી અનુભવી કેપ્ટન? નામ ચોંકાવનારું, જુઓ શું કહે છે આંકડા

Megha

Last Updated: 01:05 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLના આ સિઝનના સૌથી વધુ અનુભવી કેપ્ટન કોણ છે? લોકોના મનમાં સૌથી પહેલા હાર્દિક પંડ્યા કે કેએલ રાહુલનું નામ આવશે પણ તેઓ આ સિઝનના સૌથી વધુ અનુભવી કેપ્ટન નથી.

IPL 2024 ઘણી રીતે રસપ્રદ બની રહ્યું છે. 17મી સીઝનની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને પોતાનું પદ સોંપ્યું હતું. આ સાથે જૂના કેપ્ટનોના યુગનો અંત આવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ધોની એકસાથે ટીમની કમાન સંભાળતા જોવા નહીં મળે. 

IPLની આ સીઝન માટે, 10 ટીમોના 10 કેપ્ટનોમાંથી, 9 એવા છે જેમણે પહેલી વખત તેમની કેપ્ટનશીપમાં IPL ટાઇટલ જીતવું છે અને 2022માં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન રહીને માત્ર હાર્દિક પંડ્યાએ ટાઇટલ જીતુ લીધું હતું. હવે લોકો વચ્ચે એ ચર્ચા હતી કે આ સિઝનના સૌથી વધુ અનુભવી કેપ્ટન કોણ છે, લોકોના મનમાં સૌથી પહેલા હાર્દિક પંડયા કે કેએલ રાહુલનું નામ આવે પણ તેઓ સૌથી સૌથી વધુ અનુભવી કેપ્ટન નથી. 

એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રુતુરાજ ગાયકવાડને સોંપી એ બાદથી કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરનું નસીબ ચમકી ગયું હતું. તે IPL 2024ના સૌથી અનુભવી કેપ્ટન તરીકે ઉભરી આવ્યો હતો. શ્રેયસ અય્યર ઈજામાંથી સાજા થયા બાદ KKRમાં પરત ફર્યો છે. જાણીતું છે કે ગત સિઝનમાં તે કોલકાતાનું નેતૃત્વ કરી શક્યો નહોતો. આ હોવા છતાં, તે વર્તમાન સિઝનમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર કેપ્ટન બની ગયો છે. 

જાણીતું છે કે પેટ કમિન્સ, શુભમન ગિલ અને રુતુરાજ ગાયકવાડ IPLમાં પ્રથમ વખત કેપ્ટન બનવા જઈ રહ્યા છે. કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને હાર્દિક પંડ્યાએ બે વખત ટીમોની કેપ્ટનશીપ કરી છે. રિષભ પંત, શિખર ધવન, ફાફ ડુપ્લેસીસ, સંજુ સેમસન છેલ્લી કેટલીક સીઝનથી કેપ્ટનશીપ કરી રહ્યા છે. પરંતુ અનુભવની દૃષ્ટિએ શ્રેયસ અય્યર બધાથી આગળ છે. 

શ્રેયસ અય્યર આ સિઝનના સૌથી અનુભવી IPL કેપ્ટન છે. તેની પાસે આ લીગમાં 55 મેચમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. કોલકાતા પહેલા તે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રહી ચૂક્યા છે. આ યાદીમાં બીજા ક્રમે લખનૌ સુપર જાયન્ટ્સના કેએલ રાહુલ છે. તેની પાસે 51 મેચોમાં કેપ્ટનશિપનો અનુભવ છે. તે જ સમયે રાજસ્થાન રોયલ્સનો સંજુ સેમસન ત્રીજા નંબર પર છે. તેની પાસે 45 મેચમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે.

વધુ વાંચો: 'છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શકતું હતું..' SRH સામેની મેચમાં જીત બાદ KKRના કેપ્ટને આ ખેલાડીના કર્યા વખાણ 

આ પછી મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા આ યાદીમાં ચોથા સ્થાને છે. હાર્દિકને IPLમાં 31 મેચમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. તે જ સમયે, દિલ્હી કેપિટલ્સનો રિષભ પંત 30 મેચના કેપ્ટનશિપના અનુભવ સાથે પાંચમા સ્થાને છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ફાફ ડુપ્લેસીસ 27 મેચના અનુભવ સાથે છઠ્ઠા સ્થાને છે અને પંજાબ કિંગ્સના શિખર ધવન 22 મેચોના અનુભવ સાથે સાતમા સ્થાને છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ