બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / KKR captain praised the player after the win against SRH said Anything could have happened

IPL 2024 / 'છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શકતું હતું..' SRH સામેની મેચમાં જીત બાદ KKRના કેપ્ટને આ ખેલાડીના કર્યા વખાણ

Megha

Last Updated: 11:05 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ છેલ્લી બે ઓવરમાં ક્યાંય પણ જઈ શકી હોત. પરંતુ હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં મેચને KKR તરફ ફેરવી દીધી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 4 રનથી હરાવ્યું. ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં, હેનરિક ક્લાસેનની અડધી સદી (63) છતાં SRH ટીમ માત્ર 204/7નો સ્કોર કરી શકી હતી. 

જેમને ગઈકાલની આ મેચ જોઈ હશે એમને એ તો ખ્યાલ હશે કે મેચ છેલ્લી બે ઓવરમાં ક્યાંય પણ જઈ શકી હોત. પરંતુ હર્ષિત રાણાએ છેલ્લી ઓવરમાં મેચને KKR તરફ ફેરવી દીધી હતી. છેલ્લી બે ઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 39 રનની જરૂર હતી. ત્યારબાદ IPLના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કે 19મી ઓવર ફેંકી હતી. આ ઓવરમાં તેમના હૈદરાબાદના બેટ્સમેનોએ 26 રન બનાવ્યા હતા. જેના કારણે હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 13 રનની જરૂર હતી. આ સાથે હૈદરાબાદની જીત નિશ્ચિત જણાતી હતી.

પરંતુ છેલ્લી ઓવરમાં યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ શાનદાર પ્રદર્શન કર્યું અને કોલકાતાને જીત અપાવી. કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું કે 20મી ઓવર ફેંકતા પહેલા હર્ષિત નર્વસ હતો અને તેણે ખેલાડીને પ્રોત્સાહિત કરવા પડ્યા હતા.

શ્રેયસ અય્યરે મેચ બાદ કહ્યું, "17મી ઓવરથી જ મારા પેટમાં પતંગિયા ઉડતા હતા. મને લાગ્યું કે છેલ્લી ઓવરમાં કંઈ પણ થઈ શકે છે. તેમને 13 રનની જરૂર હતી અને અમારી પાસે સૌથી અનુભવી બોલર નથી. પરંતુ મને વિશ્વાસ હતો કે હર્ષિત રાણામાં ઘણો આત્મવિશ્વાસ છે અને મેં તેને કહ્યું કે વધુ વિચાર નહીં ગમે તે થાય વાંધો નહીં. તે અંદર આવતા થોડો નર્વસ હતો, અને મેં ફક્ત તેની આંખોમાં જોયું અને તેને કહ્યું, 'આ તારી ક્ષણ છે, મિત્ર.'  

વધુ વાંચો : PBKS vs DC: પંજાબે દિલ્હીને 4 વિકેટે આપી માત, આ ખેલાડીઓનું બલ્લે બલ્લે પ્રદર્શન

હર્ષિત રાણાના પહેલા બોલ પર હેનરિક ક્લાસે સિક્સર ફટકારી હતી, પરંતુ ત્યારબાદ હર્ષિતે ત્રીજા બોલ પર શાહબાઝ અહેમદને આઉટ કર્યો હતો. ત્યારબાદ તેણે પાંચમા બોલ પર હેનરિક ક્લાસેનને બોલ્ડ કર્યો હતો. પેટ કમિન્સ છેલ્લા બોલ પર કોઈ રન બનાવી શક્યો નહોતો. આ રીતે KKR ટીમે ચાર રને મેચ જીતી લીધી અને જીતનો તાજ હર્ષિત રાણાના માથે ગયો અને તે આ જીત માટે સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ