બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / The film 'Fukrey 3' is running at the speed of a bullet train, earning so much on its third weekend of release.

મનોરંજન / બુલેટ ટ્રેનની ઝડપે દોડી રહી છે ફિલ્મ 'ફુકરે 3', રિલીઝના ત્રીજા વિકેન્ડ પર કરી આટલી કમાણી

Megha

Last Updated: 11:49 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થિયેટરોમાં 'ફુકરે 3'ની રિલીઝનું આ ત્રીજું અઠવાડિયું છે અને ટિકિટ બારી પર ફિલ્મની કમાણી ચાલુ છે. અહેવાલ અનુસાર , ફિલ્મે રવિવારે રૂ. 2.30 કરોડનો બિઝનેસ કર્યો હતો.

  • 'ફુકરે-3'  28 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી 
  • ફિલ્મ ફુકરે 3 એ આ વીકએન્ડમાં કેટલી કમાણી કરી?
  • ફિલ્મે વર્લ્ડ વાઈડ કરી 100 કરોડનો આંકડો પાર કર્યો 

વરુણ શર્મા, રિચા ચઢ્ઢા અને પંકજ ત્રિપાઠી અભિનીત કોમેડી ફ્રેન્ચાઇઝી 'ફુકરે'નો ત્રીજો ભાગ 28 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થયો હતો. આ ફિલ્મને તેની રિલીઝના પહેલા દિવસથી જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, જેના કારણે તેણે તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થયેલી અન્ય ફિલ્મોને પાછળ છોડી દીધી છે. હવે 'ફુકરે 3'ની 18મા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.

ફુકરે 3 એ વીકએન્ડમાં કેટલી કમાણી કરી?
દર્શકોમાં 'ફુકરે' ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગ એટલે કે 'ફુકરે 3'નો ક્રેઝ વધી રહ્યો છે. ફુકરેના તમામ ભાગોની જેમ તેનો ત્રીજો ભાગ પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ગયા મહિને, 'ફુકરે 3' બોક્સ ઓફિસ પર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ વેક્સીન વોર' અને કંગના રનૌતની ફિલ્મ 'ચંદ્રમુખી-2' સાથે ટકરાઈ હતી, પરંતુ તેણે આ બંને ફિલ્મોને માત આપી હતી. હવે આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણીથી માત્ર ડગલાં દૂર છે. ચાલો જાણીએ કે ફુકરે 3 એ વીકએન્ડમાં કેટલી કમાણી કરી છે...

ફિલ્મે વર્લ્ડ વાઈડ કરી 100 કરોડની કમાણી 
થિયેટરોમાં 'ફુકરે 3'ની રિલીઝનું આ ત્રીજું અઠવાડિયું છે અને ટિકિટ બારી પર ફિલ્મની કમાણી ચાલુ છે. અહેવાલ અનુસાર , ફિલ્મે રવિવારે રૂ. 2.30 કરોડનો બિઝનેસ કર્યો હતો, જેનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 90.64 કરોડ થયું હતું. 'ફુકરે 3'ની કમાણી ભારતીય બોક્સ ઓફિસ પર ઝડપથી વધીને રૂ. 100 કરોડ તરફ જઈ રહી છે, જ્યારે ફિલ્મે વિશ્વભરમાં રૂ. 100 કરોડના આંકડાને સ્પર્શ કર્યો છે.

ફુકરે 3 એ બુલેટ ટ્રેનની ઝડપે કમાણી કરી 
28 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી 'ફુકરે 3' હવે ત્રીજા સપ્તાહમાં પહોંચી ગઈ છે. તેની સાથે જ તેની કમાણી પણ બુલેટ ટ્રેનની ઝડપે વધી રહી છે. ફિલ્મે વીકએન્ડમાં જોરદાર કમાણી કરી છે. 'ફુકરે 3' એ ત્રીજા શુક્રવારે 5.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ત્રીજા શનિવારે ફિલ્મની કમાણી ઘટી હતી અને તેણે માત્ર 1.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો .હવે ફિલ્મની રિલીઝના ત્રીજા રવિવારે એટલે કે 18માં દિવસે તેણે 2.30 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. 

આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે 
'ફુકરે 3' મૃગદીપ સિંહ લાંબા દ્વારા નિર્દેશિત છે અને આ ફિલ્મ સિનેમાઘરો પછી એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે . 'ફુકરે' વર્ષ 2013માં રિલીઝ થઈ હતી, જેણે બોક્સ ઓફિસ પર 50 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે . 'ફુકરે'નો બીજો ભાગ 'ફૂકરે રિટર્ન્સ' વર્ષ 2017માં આવ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 80.32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ Amazon Prime પર ઉપલબ્ધ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ