બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અન્ય જિલ્લા / The crime branch arrested the two accused who fired at Bollywood star Salman Khan house from Gujarat

ધરપકડ / બોલિવૂડ સ્ટાર સલમાન ખાનનાં ઘર પર ફાયરિંગ કરવાવાળા બંને આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ગુજરાતથી કરી ધરપકડ

Vishal Khamar

Last Updated: 08:11 AM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીઓ ગુજરાતના ભુજમાંથી ઝડપાયા હતા. મુંબઈ લાવ્યા બાદ પૂછપરછ કરવામાં આવશે.

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વિભાગે પુષ્ટિ કરી છે કે તેઓએ સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. પોલીસ આ અંગે પણ કડક પૂછપરછ કરશે.

ફાયરિંગના આરોપીઓ ઝડપાયા
આ મામલે સત્તાવાર નિવેદન આપતા ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, 'ગોળીબાર બાદ મુંબઈથી ભાગી ગયેલા બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી છે.' અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે બંને આરોપીઓને પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. એક જ દિવસમાં ક્રાઈમ બ્રાન્ચને બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. આ માટે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઘટના સ્થળના અનેક સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને આરોપીઓની ઓળખ કરી. અગાઉના અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ગોળીબાર કરનારા બે આરોપીઓમાંથી એકની વિરુદ્ધ છેડતી, હત્યા વગેરે જેવા ઘણા ગંભીર કેસ નોંધાયેલા છે.

વધુ વાંચોઃ ક્ષત્રિય આંદોલનને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક

ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ
તમને જણાવી દઈએ કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરતા પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી. વર્ષ 2022માં પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાનને ધમકી આપી હતી, ત્યારબાદ તેને વાય-પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. છેલ્લા બે વર્ષમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન કોલ્સ, ઈમેલ અને પત્રો પણ મળ્યા હતા. હવે ક્રાઈમ બ્રાન્ચે આ મામલે કડક તપાસ શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat News Salman khan firing case mumbai crime branch ધરપકડ ફાયરિંગ કેસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સલમાન ખાન Kutch
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ