Vadodara news : મહીસાગર નદી પરના કડાણા ડેમના અધિકારી સાથેની સ્થાનિકની વાતચીત સામે આવી છે, જેમાં ડેમના પાણીની તબાઈ મામલે કેટલાક આક્ષેપો કર્યો છે
મહીસાગર નદીનું પાણી છોડવાનો મામલો
કડાણા ડેમ અધિકારી સાથે સ્થાનિકની વાતચીત
અધિકારીને સ્થાનિક ગણાવ્યા જવાદાર
વડોદરા વિસ્તારમાં ડેમના પાણીની તબાહી મામલે સ્થાનિકની ડેમના અધિકારી સાથેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. મહીસાગર નદી પરના કડાણા ડેમના અધિકારી સાથે સ્થાનિકએ વાતચીત કરી છે તેમજ સમગ્ર મામલે કેટલાક આક્ષેપો પણ કર્યો છે.
'તમે તબાહી મચાવી દીધી છે'
સ્થાનિકએ ડેમના અધિકારીને જણાવ્યું કે, તમે તબાહી મચાવી દીધી છે જેનો જવાબદાર કોણ?, કટારા અને ડામોર તમે બે અધિકારીઓ તબાહી માટે જવાબદાર છો. તમે બહુ ખોટું કર્યું, કુદરત તમને નહીં છોડે. વધુમાં સ્થાનિક વાતચીતમાં જણાવે છે કે, લાખો લોકો તમારા કારણે બરબાદ થઈ ગયા છે, તમે સ્થળ પર આવી તપાસ કરી ?
'તમારે મોટા મોટા તાયફા કરવા હોય છે'
સ્થાનિકએ કહ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હોય તો તમે થોડું થોડું પાણી નદીમાં છોડી શક્યા હોત ને ?, તમારે મોટા મોટા તાયફા કરવા હોય છે એટલે એકસાથે આવું પાણી છોડો છો. તમે બહુ ખોટું કરી નાંખ્યું છે. સ્થાનિક અધિકારીને જણાવે છે કે, ડેમનું લેવલ ખબર ન પડતી હોય તો રાજીનામું મૂકી આવી જાવ. સ્થાનિકએ અધિકારીને જણાવ્યું કે, તમે મને લેવલ ટુ લેવલના આંકડાઓ વોટ્સએપ પર મૂકો જે કટ ડાઉન થતું હોય તે સાથેના.