બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The cold in this area of Gujarat broke a 10-year record

કોલ્ડવેવ / ગુજરાતના આ વિસ્તારમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, 1.4 ડિગ્રી તાપમાનમાં લોકો ઠુંઠવાયા, જુઓ ક્યાં કેટલી ઠંડી

Priyakant

Last Updated: 08:22 AM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચુ પહોંચ્યું તાપમાન, ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે

  • ગુજરાતમાં કડકડતી ઠંડીનો અહેસાસ
  • હજુ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે
  • બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બરફની ચાદર છવાઈ
  • નલિયામાં રેકોર્ડ 1.4 ડિગ્રી તો પાટણમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચુ તાપમાન

ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. આ તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. તો વળી નલિયામાં રેકોર્ડબ્રેક 1.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, રાજ્યના 9 શહેરોમાં 10 ડિગ્રીથી નીચુ તાપમાન પહોંચ્યું છે. ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. 

ગુજરાતમાં એકવાર ફરી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ચૂક્યો છે. રાજ્યમાં આગામી 3-4 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. રાજ્યમાં 3થી 6 ડિગ્રી સુધી તાપમાન ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે.  

નોંધનીય છે કે, ઉત્તર અને મધ્ય ભારતમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં ગત દિવસોની સરખામણીએ વર્તમાનમાં તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઝડપી ઘટાડો થશે. પહાડો પરથી બરફીલા પવન મેદાનો તરફ જશે. હવામાન વિભાગે આગામી દિવસો માટે મોટું એલર્ટ જાહેર કર્યું છે. અમુક વિસ્તારોમાં આવતીકાલથી જ ઠંડીનો કહેર વધશે તો અમુક વિસ્તારોમાં આગામી દિવસોમાં આ શીતલહેરો જોવા મળશે.

જાણો શીત લહેર એટલે શું છે?
કોલ્ડવેવ તાપમાનના આધારે નક્કી કરવામાં આવે છે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ મહાપાત્રાના જણાવ્યા મુજબ, ભારત દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, જો તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હોય અથવા વાસ્તવિક તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું હોય તો તેને ઠંડી ગણવામાં આવે છે તેમજ તરંગ અથવા શીતલહેર કહેવાય છે.

જાણો કયા કેટલું તાપમાન નોંધાયું ? 

  • પાટણમાં 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • ભૂજમાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • દાહોદમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • ડીસામાં 8.2 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • ગાંધીનગરમાં 8.3 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • રાજકોટમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • અમરેલીમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • જૂનાગઢમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયુ
  • સુરતમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયુ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ