ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ભારત / કેન્દ્રનું મોટું એલાન, આ સેક્ટરમાં 100 ટકા FDIની આપી મંજૂરી

બિઝનેસ / કેન્દ્રનું મોટું એલાન, આ સેક્ટરમાં 100 ટકા FDIની આપી મંજૂરી

Published By: Nirav Kumar

Last Updated: 09:57 PM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીમા ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં આ સેક્ટરમાં 100% FDIને મંજૂરી આપી દેવામાં આવે છે. પરંતુ આ સાથે તેમાં સરકારી કંપની LICને બાકાત રાખવામાં આવે છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારે ભારતના વીમા ક્ષેત્ર માટે એક મોટી જાહેરાત કરી છે. આ ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણ (FDI)ને મંજૂરી આપવામાં આવી છે, મતલબ કે કોઈપણ વિદેશી કંપની 100% રોકાણ કરી શકે છે અને ભારતના વીમા ક્ષેત્રની કોઈપણ કંપનીમાં સંપૂર્ણ હિસ્સો મેળવી શકે છે. આ સુધારેલી નીતિ મુજબ વિદેશી રોકાણકારો હવે ભારતીય વીમા કંપનીઓમાં ઓટોમેટીક 100% સુધીનો હિસ્સો મેળવી શકે છે. જે એન્ટ્રી અવરોધોને રીતે ઘટાડશે અને કેપિટલમાં વધારો કરશે.

  • LIC માટે અલગ શરતો

પરંતુ LIC માટે આ નિયમો થોડા અલગ રાખવામાં આવ્યા છે. LIC પર 20% લીમીટ લગાવવામાં આવી છે. મતલબ કે કોઈપણ વિદેશી કંપની LICમાં 20% થી વધુ રોકાણ કરી શકશે નહીં. જેથી LICનું કંટ્રોલ ક્યારેય કોઈપણ વિદેશી દેશ કે પેઢીને ન જઈ શકે.

ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ પ્રમોશન વિભાગ (DPIIT) એ એક પ્રેસ નોટમાં જણાવ્યું હતું કે, પોર્ટફોલિયો રોકાણ સહિત વિદેશી રોકાણ, વીમા નિયમનકારી અને ડેવલોપમેન્ટ ઓથોરીટી (IRDAI) ની રેગ્યુલેટરી મંજૂરીને આધીન ઓટોમેટીક મંજૂરી આપવામાં આવશે. પરંતુ ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં વિદેશી રોકાણ 20% સુધી લીમીટેડ રહેશે.

VTV DIGITAL

આ નીતિગત ફેરફાર વીમા કાયદા (સુધારા) અધિનિયમ, 2025 મુજબ કરવામાં આવ્યા છે. જેનો ઉદ્દેશ્ય વીમા કવરેજને એક્સ્પેન્ડ કરવાનો અને ક્ષેત્રના કેપિટલ આધારને મજબૂત કરવાનો છે. આ કાયદાની મોટાભાગની જોગવાઈઓ 5 ફેબ્રુઆરી 2026 થી અમલમાં આવશે.

રેગ્યુલેટરી દેખરેખ અને સ્થાનિક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે વિદેશી રોકાણ ધરાવતી વીમા કંપનીઓએ ઓછામાં ઓછા એક ભારતીય નિવાસીને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર કે સીઈઓ તરીકે નિયુક્ત કરવાનું ફરજીયાત કરાયું છે. આ સિવાય વિદેશી શેરહોલ્ડિંગમાં કોઈપણ વધારો FEMA નિયમો મુજબ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઈશ્યુ કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવું પણ ફરજીયાત રહેશે. ઇન્ટરમેડીએરીઝ

વધુ વાંચો : પૈસાની ટંકશાળ! આ શેર બન્યો રોકેટ, નીતિન ગડકરીના પુત્રની છે કંપની

100% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) લીમીટ બ્રોકર્સ, રિઇન્શ્યોરન્સ બ્રોકર્સ, કોર્પોરેટ એજન્ટો, થર્ડ પાર્ટી, સામાન્ય એજન્ટો અને ઇન્સ્યોરન્સ રીપોઝીટોરીઝ પર પણ લાગુ પડે છે. જેમાં શરત એટલી જો તેઓ IRDAI ધોરણોનું પાલન કરે. ભારતે 2020 માં ઇન્ટરમેડીએરીઝમાં સંપૂર્ણ વિદેશી માલિકીની મંજૂરી આપી હતી.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Central Government FDI Insurance Sector

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ