બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પૈસાની ટંકશાળ! આ શેર બન્યો રોકેટ, નીતિન ગડકરીના પુત્રની છે કંપની

બિઝનેસ / પૈસાની ટંકશાળ! આ શેર બન્યો રોકેટ, નીતિન ગડકરીના પુત્રની છે કંપની

Nirav Kumar

Last Updated: 04:31 PM, 2 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇથેનોલનું ઉત્પાદન કરતી નીતિન ગડકરીના દીકરા નિખિલ ગડકરીની કંપની શેર માર્કેટમાં સતત અપર સર્કિટ પર પહોંચી રહી છે. આ કંપનીએ જ્યારથી ઇથેનોલ ઉત્પાદન પર ફોકસ કર્યું ત્યારથી તેના શેરમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે.

કારણ કે સરકાર વાહનના ફ્યુઅલ (પેટ્રોલ) માં 85 ટકા ઇથેનોલ ઉમેરવાનું વિચારી રહી છે આથી દેશમાં હાલમાં ઇથેનોલ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સરકાર દ્વારા એક ડ્રાફ્ટ નિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને આગળ કામ ચાલી રહ્યું છે. જેમાં અમુક અહેવાલો સૂચવે છે કે સરકાર તેને 100 ટકા સુધી વધારી શકે છે. આ દરમિયાન એક કંપનીના શેર દરરોજ અપર સર્કિટ પર પહોંચી રહ્યા છે.

આ કંપની નીતિન ગડકરીના દીકરા નિખિલ ગડકરીની છે. જેનું નામ CIAN એગ્રો ઇન્ડસ્ટ્રીઝ & ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ છે. આ કંપની કૃષિ-ઉત્પાદન, ફૂડ પ્રોસેસિંગ અને ઇથેનોલ સેક્ટરમાં કાર્યરત છે જેમાં નિખિલ ગડકરી મેનેજિંગ ડિરેક્ટર (MD) છે.

VTV DIGITAL
  • 1 મહિનાથી અપર સર્કિટ

આ કંપનીએ ઇથેનોલ ઉત્પાદન પર ફોકસ કર્યું ત્યારથી તેના શેરમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા મહિનાથી આ સ્ટોક વારંવાર અપર સર્કિટ પર પહોંચી રહ્યો છે, જેને 140% થી વધુ રીટર્ન આપ્યું છે. શેરબજારમાં ખરીદીનો ઉન્માદ ચાલી રહ્યો છે, જેના કારણે એક્સચેન્જોએ તેના પર 5% સર્કિટ મર્યાદા લગાવી છે. મતલબ કે સ્ટોક એક જ દિવસમાં 5% થી વધુ વધી કે ઘટી શકતો નથી.

ગુરુવારે સાયન એગ્રોના શેરનો ભાવ 5% વધીને 1629.75 રૂપિયા પર બંધ થયો. આ કંપનીનું માર્કેટ કેપીટાલાઈઝેશન 4561 કરોડ રૂપિયા છે. જેમાં છેલ્લા 5 દિવસમાં જ શેરમાં 17% નો વધારો થયો છે. વર્ષ 2024 માં આ શેર 40 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. પણ જ્યારે તેને અચાનક વ્યવસાય પરિવર્તનની જાહેરાત કરી ત્યારે તેના શેરમાં મોટો ઉછાળો આવ્યો હતો . જે ઓગસ્ટ અને ડિસેમ્બર 2024 વચ્ચે 500 રૂપિયાને વટાવી ગયો હતો. ત્યારબાદ જુલાઈ 2025 સુધી તે 400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ ઓક્ટોબર 2025 માં તે 3600 રૂપિયાની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

પરંતુ ત્યારબાદ માર્કેટમાં આવેલી મંદી દરમિયાન તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં 2 એપ્રિલ સુધીમાં 600 રૂપિયા સુધી પહોંચ્યો. પણ તે હવે અપર સર્કિટ પર પહોંચી ગયો છે, અને તેની કિંમત ફરી એકવાર રેકોર્ડ સપાટી તરફ આગળ વધી રહી છે. જેમાં છેલ્લા 5 વર્ષમાં કંપનીએ 4000% થી વધુ રીટર્ન આપ્યું છે જેમાં એક વર્ષનું રીટર્ન 300% છે.

  • 2024 માં ઇથેનોલ બિઝનેસમાં પ્રવેશ

CIAN Agro FMCG ક્ષેત્રમાં કાર્યરત છે. તેનો મુખ્ય બિઝનેસ એગ્રીકલ્ચર છે પરંતુ તેને તેના ઇથેનોલ ઉત્પાદન વ્યવસાયનો પણ વિસ્તાર કર્યો છે. વર્ષ 2024 માં તેને તેના ઇથેનોલ ઉત્પાદન વ્યવસાયનો વિસ્તાર કર્યો હતો. કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કામ કરે છે. તેના એગ્રીકલ્ચર વ્યવસાયના સૌથી મોટા વિભાગો એડીબલ ઓઈલ અને મસાલા છે, જ્યાં કંપનીએ સારો નફો મેળવ્યો છે.

  • કંપનીની ઇથેનોલ કેપેસીટી

Cyan Agro ની વેબસાઇટ મુજબ આ કંપની ઇથેનોલનું ઉત્પાદન કરે છે અને તેને ટેન્ડર સિસ્ટમ મોડેલ દ્વારા IOC, BPCL અને HPCL જેવી ઓઈલ કંપનીઓને વેચે છે. આ કંપની CO₂ માંથી ઇથેનોલ પેદા કરવા માટે ટેકનોલોજી પર પણ કામ કરી રહી છે. બીજા એક અહેવાલ અનુસાર આ કંપની હાલમાં ઇથેનોલ ક્ષેત્રમાં ખૂબ જ નાની છે જે દેશના કુલ ઇથેનોલ ઉત્પાદનના માત્ર 0.5% જ ઉત્પાદન કરે છે.

વધુ વાંચો : ટાટાની આ કંપની પહેલી વખત આપી રહી છે બોનસ શેર, 6 રૂપિયાના ડીવીડેન્ડનું પણ એલાન

  • કંપનીનો નફો

નાણાકીય વર્ષ 2025 માં તેની આવક 477% વધીને 1054 કરોડ રૂપિયા થઈ ગઈ હતી અને તેનો નફો 740% વધીને 41 કરોડ રૂપિયાથી વધુ થયો.


(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Ethanol Nikhil Gadkari
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ