ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ટાટાની આ કંપની પહેલી વખત આપી રહી છે બોનસ શેર, 6 રૂપિયાના ડીવીડેન્ડનું પણ એલાન

બિઝનેસ / ટાટાની આ કંપની પહેલી વખત આપી રહી છે બોનસ શેર, 6 રૂપિયાના ડીવીડેન્ડનું પણ એલાન

Published By: Nirav Kumar

Last Updated: 11:24 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટાની ટ્રેન્ટ લિમિટેડ કંપનીએ પહેલી વાર રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. જેમાં જાહેરાત કરાઈ છે કે, તે દરેક 2 શેર માટે બોનસ તરીકે 1 શેર આપશે.

ADVERTISEMENT

ટાટા ગ્રુપની કંપની ટ્રેન્ટ લિમિટેડે લાઈફમાં પહેલી વાર રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ આ બોનસ ઇશ્યૂ માટે રેકોર્ડ તારીખ પણ નક્કી કરી છે, જે આ મહિને મળશે. ટાટા ગ્રુપની કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ પણ આપી રહી છે. ટ્રેન્ટ લિમિટેડે આ ડિવિડન્ડ માટે રેકોર્ડ તારીખ પણ જાહેર કરી છે.

આ અંગે કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે દરેક બે શેર માટે બોનસ તરીકે એક શેર આપશે. કંપનીએ આ બોનસ ઇશ્યૂ માટે 29 મે રેકોર્ડ તારીખ નક્કી કરી છે. મતલબ કે જે રોકાણકારોના નામ આ તારીખે કંપનીના રેકોર્ડ બુકમાં છે તેમને બોનસ શેર મળશે.

VTV DIGITAL

ટ્રેન્ટ લિમિટેડે બોનસ શેર સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે.આ કંપનીએ પ્રતિ શેર 6 રૂપિયા ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લીધો છે. ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 10 જૂન 2026 નક્કી કરાઈ છે.

  • છેલ્લા એક વર્ષમાં શેરનું પ્રદર્શન

ગુરુવારે માર્કેટ બંધ થતાં BSE પર ટ્રેન્ટ લિમિટેડના શેરનો ભાવ 2 ટકા ઘટીને 4144.30 રૂપિયા પર બંધ થયો હતો. આ કંપનીના શેરનો ભાવ ગયા મહિનામાં 25 ટકા વધ્યો છે. પરંતુ એક વર્ષમાં શેર 19 ટકા ઘટ્યો છે. BSE પર ટ્રેન્ટ લિમિટેડનો 52 અઠવાડિયાનો હાઈ રેટ 6259 રૂપિયા છે. તેનો 52 અઠવાડિયાનો લો રેટ 3276.10 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 1.47 લાખ કરોડ રૂપિયા છે. આ સિવાય ટ્રેન્ટ લિમિટેડના શેરનો ભાવ છેલ્લા બે વર્ષમાં 6 ટકા ઘટ્યો છે.

વધુ વાંચો : પહેલાથી છે પ્રેશરમાં એરલાઇન્સ કંપનીઓ, હવે ફરીથી વધી ફ્યુઅલની કિંમત, સફર થશે મોંઘી

ભલે છેલ્લા બે વર્ષમાં ટાટા ગ્રુપ કંપની માટે શેરબજાર મુશ્કેલ રહ્યું પરંતુ આ શેરે લાંબા ગાળે સારું વળતર આપ્યું છે. જેમાં 3 વર્ષમાં કંપનીના શેરનો ભાવ 203 ટકા વધ્યો છે. તો છેલ્લા 5 વર્ષમાં આ ટાટા ગ્રુપના શેરે 433 ટકા વળતર આપ્યું છે. ટાટા ગ્રુપની આ કંપનીઓ 10 વર્ષ સુધી સંભાળનારા રોકાણકારોએ 2349 ટકાનો ફાયદો કરી આપ્યો છે. જે સેન્સેક્સ ઇન્ડેક્સના 239 ટકા રીટર્ન કરતા વધુ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tata Group Bonus Shares Trent Limited

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ