ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / પહેલાથી છે પ્રેશરમાં એરલાઇન્સ કંપનીઓ, હવે ફરીથી વધી ફ્યુઅલની કિંમત, સફર થશે મોંઘી

બિઝનેસ / પહેલાથી છે પ્રેશરમાં એરલાઇન્સ કંપનીઓ, હવે ફરીથી વધી ફ્યુઅલની કિંમત, સફર થશે મોંઘી

Published By: Nirav Kumar

Last Updated: 11:24 PM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેટ ફ્યુઅલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે છે ડોમેસ્ટિક એરલાઇન્સ માટે નહીં તેમ છતાં ડોમેસ્ટિક એરલાઇન્સે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ADVERTISEMENT

એક તરફ એરલાઇન્સ કંપનીઓ સરકારને જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં રાહત માટે રીક્વેસ્ટ કરી રહી છે. જેમાં તેમને એવા સંકેત પણ આપ્યા છે કે તેઓ કામગીરી બંધ કરી શકે છે. તો બીજી તરફ જેટ ફ્યુઅલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ ભાવ વધારો ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે છે. ડોમેસ્ટિક એરલાઇન્સ માટે ATF ના ભાવ હજુ પણ યથાવત છે.

શુક્રવારે, ઇન્ટરનેશનલ એરલાઇન્સ માટે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) કે જેટ ફ્યુઅલના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાનો આ સતત બીજો મહિનો છે, કેમ કે ઓઈલ કંપનીઓ ધીમે ધીમે અને વિચારીને વધતા એનર્જી ભાવનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે.

VTV DIGITAL

સરકારી માલિકીની ઓઈલ કંપનીઓના જણાવ્યા મુજબ, ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હીમાં ATF ના ભાવમાં પ્રતિ કિલોલિટર 76.55 ડોલર કે 5.33 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે કિંમત પ્રતિ કિલોલિટર 1511.86 ડોલર થઈ ગઈ છે. આ વધારો 1 એપ્રિલના રોજ થયેલા ભાવ વધારા બાદ થયો છે. તે દિવસે સ્થાનિક એરલાઇન્સ માટે ભાવમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધ ભાવ પ્રતિ કિલોલિટર 104,927.18 રૂપિયા થયો હતો. આ વધારો સ્થાનિક એરલાઇન્સને અસર નહીં કરે કેમ કે તે માત્ર ઇન્ટરનેશનલ એરલાઇન્સને લાગુ પડે છે.

ભલે આ ભાવ એરલાઇન્સ એરલાઇન્સ માટે હોય પણ ડોમેસ્ટિક એરલાઇન્સે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ફ્લાઇટ રદ કરવા કે હવાઇભાડા વધારવાનો સંકેત આપ્યો છે.આ સિવાય અમુક અમુક એક્સપર્ટ કહે છે કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ચાલુ રહે તો સ્થાનિક એરલાઇન્સને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

  • જેટ ફ્યુઅલ મોંઘું કેમ ?

બે દાયકા કરતાં વધુ સમય પહેલાં જેટ ફ્યુઅલના ભાવ ડીરેગ્યુલેટેડ કરવામાં આવ્યા હતા. ત્યારથી, એરલાઇન્સ સાથેના લેખિત કરાર મુજબ તેના ભાવ ઇન્ટરનેશનલ બજારના બેન્ચમાર્ક ભાવોના આધારે નક્કી કરવામાં આવ્યા છે. હાલમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે, જે પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ પહોંચી ગયો છે, જેના કારણે જેટ ઇંધણના ભાવમાં વધારો થયો છે.

વધુ વાંચો : LPGના ભાવમાં વધારો , 993 રૂપિયા વધ્યા ગેસના ભાવ; જાણો નવા રેટ

મિડલ ઇસ્ટમાં કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જાના ભાવમાં તીવ્ર વધારાને કારણે ATFના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો જરૂરી બન્યો છે એવામાં સરકાર અને રાજ્યની માલિકીની ઓઈલ કંપનીઓએ બેલેન્સ્ડ અને વિચારશીલ અભિગમ અપનાવવાનું નક્કી કર્યું. જ્યારે વિદેશી એરલાઇન્સ અને બીએ કેરિયર્સ માર્કેટ રેટ ચૂકવશે, ત્યારે ડોમેસ્ટિક એરલાઇન્સ માટેના ભાવ કંઈક અંશે કંટ્રોલ રાખવામાં આવ્યા છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATF Jet Fuel International Airline

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ