ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / LPGના ભાવમાં વધારો , 993 રૂપિયા વધ્યા ગેસના ભાવ; જાણો નવા રેટ

બિઝનેસ / LPGના ભાવમાં વધારો , 993 રૂપિયા વધ્યા ગેસના ભાવ; જાણો નવા રેટ

Published By: Jinal Chauhan

Last Updated: 08:22 AM, 1 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. હવે દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં LPG સિલિન્ડરનો ભાવ ₹3,000 ને વટાવી ગયો છે. જોકે સામાન્ય જનતાને થોડી રાહત આપતા ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

દેશભરમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાવધારો થયો છે. પશ્ચિમ બંગાળ અને આસામ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીઓ પુરી થયા બાદ કોમર્શિયલ LPG સિલિન્ડર (19 કિલો) ના ભાવમાં વધારો થયો છે. રાજ્યની માલિકીની તેલ કંપનીઓએ 1લી મે, 2026થી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹993 નો વધારો કર્યો છે.

આ વધારા બાદ દિલ્હી, મુંબઈ અને અન્ય શહેરોમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે ₹3,000 ને વટાવી ગઈ છે. જોકે તેલ કંપનીઓએ જનતાને રાહત આપતા ઘરેલુ LPG સિલિન્ડર (14.2 કિલોગ્રામ સિલિન્ડર) ના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં વધારા પછી દિલ્હીમાં 1 કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે જે 1 એપ્રિલે 2078.50 રૂપિયા હતી એટલે કે 1 મેથી એક સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો થયો છે.

lpg-simple

આ વધારાથી દેશભરમાં હોટલ અને રેસ્ટોરન્ટના બિલમાં વધારો થશે. રાંધેલા ખોરાકના ભાવ પણ વધી શકે છે, તેમજ સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.

LPGના ભાવ

કોમર્શિયલ LPGના ભાવમાં વધારો થયો છે પણ રસોઈ ગેસના ભાવમાં કોઈ વધારો થયો નથી. છેલ્લો વધારો આ વર્ષની 7 માર્ચે થયો હતો. હાલમાં, દિલ્હીમાં રસોઈ ગેસનો ભાવ ₹913 છે. મુંબઈમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ₹912.50 છે. ચેન્નાઈમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ₹928.50 છે. કોલકાતામાં એક સિલિન્ડરની કિંમત ₹939 છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ 1 મે ના રોજ બેન્કો રહેશે બંધ અને શેરબજારમાં પણ નહિ થાય ટ્રેડિંગ, કુલ આટલા દિવસો બેન્ક રહેશે બંધ

ઈરાન-અમેરિકા તણાવની અસર

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ જે ભારતમાંથી મોટા પ્રમાણમાં ગેસ અને તેલ આયાત કરતું હતું તે બંધ છે. સ્ટ્રેટ બંધ થવાથી ગેસ અને તેલનો પુરવઠો ઓછો થયો છે જેના કારણે ભારતને અન્ય સ્ત્રોતોમાંથી તેની આયાત વધારવાની ફરજ પડી છે. આના કારણે ખર્ચમાં વધારો થયો છે અને પુરવઠા પર દબાણ આવ્યું છે જેના કારણે ગેસના ભાવમાં વધારો થયો છે.

DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gas price hike LPG price commercial cylinder

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ