બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / The case of sending a Lewd Messages to the fiance reached the court, find out what the verdict was

મુંબઈ / ફિયાન્સીને સેક્સી મેસેજ મોકલવાનો કેસ કોર્ટમાં પહોંચ્યો, જાણો શું આવ્યો ચુકાદો

ParthB

Last Updated: 01:35 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની એક સેશન કોર્ટે મંગેતરને મોકલેલા અશ્લીલ મેસેજને લઈને મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આવા સંદેશાઓનો ઈરાદો કોઈની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હોઈ શકે નહી.

 

  • લગ્ન કરવા જઈ રહેલી મહિલાને અશ્લીલ મેસેજ મોકલવા પર મુંબઈ સેશન કોર્ટનો નિર્ણય 
  • કોર્ટે કહ્યું-આવા મેસેજથી કોઈની ગરિમાને ઠેસ પહોંચશે નહીં 
  • યુવતીએ યુવક પર લગ્નના બહાને બળાત્કારનો આરોપ લગાવ્યો હતો 

લગ્ન પહેલા સ્ત્રીને અશ્લીલ સંદેશાઓ મોકલવા એ કોઈની ગરમિાનું અપમાન ન હોઈ શકે.

મુંબઈની એક અદાલતે લગ્નના વચન પર દુષ્કર્મના કેસમાં એક પુરૂષને નિર્દોષ જાહેર કરતાં કહ્યું છે કે, લગ્ન પહેલા સ્ત્રીને અશ્લીલ સંદેશાઓ મોકલવા એ કોઈની ગરમિાનું અપમાન ન હોઈ શકે. મુંબઈની એક સેશન કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, લગ્ન પહેલા મંગેતરને મોકલવામાં આવતાં આવા સંદેશાઓ એકબીજાની લાગણીઓ અને ખુશીઓને સમજવા માટે ગણી શકાય 

મહિલાએ તેના મંગેતર પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો 

તમને જણાવી દઈએ કે, 36 વર્ષીય યુવક પર તેની મંગેતર દ્વારા 11 વર્ષ પહેલા લગ્નના બહાને દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ બીજાને પસંદ ન કરે તો તે તેનો અધિકાર છે કે, તેની નારજગી સામેની વ્યક્તિ સુધી પહોંચાડે અને સામે પક્ષે આવી ભૂલથી બચવું જોઈએ. આ સંદેશાઓનો હેતુ મંગેતરની સામે તમારી ઈચ્છાઓ વ્યક્ત કરવાનો, સેક્સની લાગણી જગાડવો વગેરે હોઈ શકે છે, આ સંદેશાઓ મંગેતરને ખુશ પણ કરી શકે છે.પરંતુ એવું ન કહી શકાય કે આવા એસએમએસ કોઈની સાથે લગ્ન કરવા જઈ રહેલી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે છે.

 મહિલાએ 2010માં પુરુષ વિરુદ્ધ  FIR નોંધાવી હતી.

નોંધપાત્ર વાત એ છે કે, મહિલાએ 2010માં પુરુષ વિરુદ્ધ  FIR નોંધાવી હતી. આ કપલ 2007માં એક વેડિંગ સાઇટ પર મળ્યા હતા. યુવકની માતા આ લગ્નની વિરુદ્ધ હતી. 2010માં યુવકે યુવતી સાથેના સંબંધોનો અંત આણ્યો હતો. કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે લગ્નનું વચન આપીને પીછેહઠ કરવી એ છેતરપિંડી કે બળાત્કાર ન કહી શકાય. કોર્ટે કહ્યું કે યુવક મંગળસૂત્ર લઈને આર્ય સમાજના હોલમાં ગયો હતો. પરંતુ લગ્ન પછીના ઝઘડા અને ત્યારપછીની પરિસ્થિતિઓને કારણે તેણે નિર્ણય પાછો લીધો અને તેની માતાને શરણે ગયો. યુવકે તેની માતાની ઇચ્છાનું પાલન કર્યું અને સમસ્યાનો સામનો કરવાને બદલે તેને ટાળવાનો પ્રયાસ કર્યો. આ લગ્નના ખોટા વચનનો મામલો નથી.  

સંકળાયેલા મુદ્દાઓ

Lewd Messages Mumbai Mumbai Session Court verdict અશ્લીલ મેસેજ ગુજરાતી ન્યૂઝ ચુકાદો મુંબઈ Mumbai Sessions Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ