ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / The builder said whether or not to demolish the Hanuman temple in Karachi, Pakistan, and then ...

PAKISTAN / બિલ્ડરે કહ્યું કે નહીં તોડીએ છતાં પાકિસ્તાનના કરાચીમાં હનુમાન મંદિર તોડી પડાયું અને પછી...

Published By: Nirav

Last Updated: 04:42 PM, 24 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં આ ઘટના એવા સમયે ઘટી છે, જ્યારે તુર્કીની રાજધાની ઇ‌સ્તમ્બૂલમાં એક ઐતિહાસિક ચર્ચને મસ્જિદમાં ફેરવી નાખવામાં આવી રહ્યું છે. બંને ધાર્મિક સ્થળનો એક જ સમયે ધ્વંસ કરવામાં આવ્યો છે. આ મુદ્દે પાકિસ્તાનના લઘુમતી હિંદુઓમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે.

ADVERTISEMENT

  • પાકિસ્તાનમાં તોડી પડાયું કરાંચીનું હનુમાન મંદિર 
  • લઘુમતી હિન્દુઓના વિરોધ બાદ વિસ્તાર કરાયો સીલ 
  • ધ્વંસ કરનાર બિલ્ડર વિરુદ્ધ તપાસના આદેશ 

પાકિસ્તાનમાં ફરી એક વખત લઘુમતી હિંદુઓની આસ્થા અને શ્રદ્ધા પર આક્રમણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના કરાચીના લ્યારીમાં એક પ્રાચીન હનુમાનજી મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે એટલું જ નહીં, હનુમાનજી મંદિર આસપાસ રહેતા ર૦ જેટલા હિંદુ પરિવારનાં ઘર પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે

શું છે મામલો? 

પાકિસ્તાનના કરાંચી શહેરમાં લ્યારી વિસ્તારમાં હિન્દુઓ[ની વસાહત આવેલી છે. અહીં હિન્દુ લઘુમતીઓની વસ્તી હોવાથી આ વિસ્તારમાં એક જૂનું હનુમાનજીનું મંદિર હતું. આ વિસ્તારમાં એક બિલ્ડરે અમુક જમીન ખરીદી હતી. જેને એક આવસિયબ પરિસર બનાવવાની યોજના હતી. જો કે તેણે હિન્દુઓને આ મંદિરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવાની વાત કરી હતી. 

જો કે સ્થાનીય હિન્દુઓએ સૂત્રોને કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે ઈમરાન સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લગાવાયું હતું, ત્યારે કોઈને પણ તે મંદિરમાં પ્રવેશવાની અનુમતિ નહોતી. ત્યારે તે સમયગાળાનો ફાયદો લઈને બિલ્ડરે ન માત્ર મંદિર બલકે તેની આસપાસના 20 હિન્દુ ઘરોને પણ ધ્વસ્ત કરી નાખ્યા હતા. જેને લઈને હિન્દુઓએ ભારે વિરોધ કર્યો હતો. 

જો કે પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અનુસાર, લયારીના સહાયક આયુક્ત અબ્દુલ કરીમ  મેમણે આ ઘટનાની નોંધ લઈને તેની તપાસના આદેશ આપ્યા હતા. જો કે સ્થાનિક હિન્દુઓના ભારે વિરોધને કારણે આ વિસ્તારના કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. 

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ બિલ્ડરે મંદિર આસપાસની જમીન ખરીદી હતી, પરંતુ તેમણે હિંદુઓને ખાતરી આપી હતી કે હનુમાન મંદિરનો ધ્વંસ કરવામાં આવશે નહીં, જોકે બિલ્ડરે કોરોના વાઇરસના લોકડાઉનના કારણે લોકો પોતાનાં ઘરમાં કેદ હતા ત્યારે તેનો લાભ ઉઠાવી તેમણે મંદિર પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું.

પાકિસ્તાનમાં લઘુમતીઓને અપાય છે ત્રાસ 

પાકિસ્તાન તેના કટ્ટરપંથને લઈને દુનિયાભરના ઉદારમતવાદી દેશોમાં કુખ્યાત છે. અખંડ બ્રિટિશ ભારતના ભાગલા પછી ત્યાં પાકિસ્તાનના સ્થાપના કાળથી જ બિન મુસ્લિમ તમામ લઘુમતીઓ પર અમાનવીય અત્યાચારો ગુજારવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં દર વર્ષે લગભગ 1000 હિન્દુ દીકરીઓનું અપહરણ કરવામાં આવે છે અને પછી તેમને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવીને પરણાવી દેવાય છે. આ રિપોર્ટે ઘણી ચર્ચા જગાવી હતી. 

લઘુમતી સંપ્રદાયોના ધાર્મિક સ્થાનોને પાકિસ્તાનમાં પહેલેથી જ સંરક્ષણ આપવામાં આવતું નથી. આ જ કારણના લીધે પાકિસ્તાનમાં ઈમરાન સરકારે નક્કી કરેલી જગ્યા પર કૃષ્ણ મંદિર બનાવાનું કામ પણ રોકી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના પંજાબમાં હજી થોડા સમય પહેલા જ એક ગુરુદ્વારાને મસ્જિદમાં ફેરવી નખાઈ હતી. આમ લઘુમતીઓ માટે પાકિસ્તાની અત્યાચાર અને નફરતનો ઘૃણિત ચહેરો ફરી એકવાર ઉજાગર થયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Imran khan Karachi Lord Hanuman pakistan ઈમરાન ખાન કરાંચી પાકિસ્તાન હનુમાનજી હિંદુ મંદિર pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ