ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરના વાળુકડમાં જાહેરમાં યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

ક્રાઈમ / ભાવનગરના વાળુકડમાં જાહેરમાં યુવકની હત્યા, પોલીસ તપાસ શરૂ

Published By: Vishal Khamar

Last Updated: 04:14 PM, 29 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર જિલ્લાના વાળુકડ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જ્યાં જૂની અદાવતના કારણે એક યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ રવિ રબારી તરીકે થઈ છે.

ADVERTISEMENT

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે, ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોચી છે જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં શનિવારે મોડી રાત્રે એક દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. અજાણ્યા ઇસમોએ રવિ રબારી નામના યુવાન પર છરીના ઘા મારી તેની નિર્દય હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યા પાછળ વ્યક્તિગત દુશ્મનાવટ અને જૂની અદાવત કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ASP, DYSP, PI, PSI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ આજથી ફરી ભાવનગર-મુંબઈ ફ્લાઈટનો પ્રારંભ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવ્યો

આ ઘટનાને લઈને એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની માહિતી પણ સામે આવી છે, જોકે તેની પુષ્ટિ વીટીવી ચેનલ દ્વારા કરવામાં આવતી નથી. યુવકની હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ ફેલાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Bhavnagar news Bhavnagar police

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ