ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / આજથી ફરી ભાવનગર-મુંબઈ ફ્લાઈટનો પ્રારંભ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવ્યો
Last Updated: 02:47 PM, 29 March 2026
ADVERTISEMENT
લાંબા સમયથી રાહ જોવાતી ભાવનગર-મુંબઈ હવાઈ સેવા આજે ફરી શરૂ થતાં મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. લગભગ 8 મહિનાના વિરામ બાદ આ સેવા ફરી કાર્યરત કરવામાં આવી છે, જેને કારણે વેપાર, પ્રવાસન અને સામાન્ય મુસાફરી માટે સુવિધા વધશે.
ADVERTISEMENT

કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુએ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરી સેવા શરૂ કરાવી હતી. આ પ્રસંગે તેમણે કેક કટ કરી શુભેચ્છાઓ પાઠવી અને આ સેવા વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
ADVERTISEMENT

સવારે અને સાંજે બે ફ્લાઇટ ચાલુ કરાઈ
ADVERTISEMENT
નવી શરૂ થયેલી આ સેવામાં ભાવનગરથી મુંબઈ માટે રોજ બે ફ્લાઈટ ચલાવવામાં આવશે. પ્રથમ ફ્લાઈટ સવારે 8:35 વાગ્યે ઉડાન ભરે છે, જ્યારે બીજી ફ્લાઈટ રાત્રે 8:50 વાગ્યે મુંબઈ માટે રવાના થશે.

ADVERTISEMENT
કેટલું ભાડુ
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા શરૂ કરાયેલી આ ફ્લાઈટ માટે ભાડું રૂ. 3400 થી રૂ. 7000 વચ્ચે નક્કી કરવામાં આવ્યું છે, જે મુસાફરો માટે સહેલાઈભર્યું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ધોરાજીમાં પૈસાની લેતીદેતી વિવાદે લીધો યુવાનનો જીવ
30 દિવ્યાંગ મુસાફરોએ સફર કરી અનોખો અનુભવ કર્યો
ADVERTISEMENT
ખાસ વાત એ રહી કે પ્રથમ ફ્લાઈટમાં 30 દિવ્યાંગ મુસાફરોએ સફર કરી અનોખો અનુભવ કર્યો અને જીવનનો આનંદ માણ્યો. આ પહેલને માનવતાવાદી દૃષ્ટિકોણથી પણ પ્રશંસા મળી રહી છે. આ નવી હવાઈ સેવા શરૂ થતા ભાવનગર અને મુંબઈ વચ્ચેનો સંપર્ક વધુ મજબૂત બનશે અને વિસ્તારના આર્થિક વિકાસને પણ ગતિ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ