બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જુનાગઢના કાળવા નદી પરનો પુલ જર્જરિત: દરરોજ હજારો વાહનો જોખમ વચ્ચે સફર
Last Updated: 10:31 AM, 7 December 2025
જૂનાગઢના વંથલી રોડ પર આવેલી કાળવા નદી ઉપરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. VTV NEWS દ્વારા કરવામાં આવેલા રીયાલિટી ચેકમાં પુલની ખસ્તા હાલત સ્પષ્ટ રીતે સામે આવી છે. વર્ષોથી આ પુલનું કોઈ રિનોવેશન ન થતા આજે આ માર્ગ પરથી પસાર થનારા લોકો સતત જોખમ લેતા ફરજિયાત બની ગયા છે.
ADVERTISEMENT

આ પુલ પરથી પ્રતિદિન અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો પસાર થાય છે. જુનાગઢથી વેરાવળ તથા પોરબંદર તરફ જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિકનું પ્રમાણ પણ વધારે રહે છે. પરંતુ પુલ ઉપર કોઈપણ પ્રકારના સુરક્ષા બોર્ડ, ચેતવણી સંકેતો કે જોખમ દર્શાવતા નિર્દેશો લગાડવામાં આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે પહેલાં પણ અહીં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે, છતાં જવાબદાર વિભાગો દ્વારા કોઈ ગંભીર કાર્યવાહી હાથ ધરાઈ નથી.
ADVERTISEMENT

લોકોમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
ADVERTISEMENT
જનતા સુરક્ષા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રે વહેલી તકે પગલાં ભરી પુલનું મરામત અને રીનોવેશન કાર્ય તાત્કાલિક શરૂ કરવાનું લોકહિતમાં આવશ્યક ગણાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ આજે ઈન્ડિગોની કુલ 32 ફ્લાઇટ રદ, રાતે 12થી સવારે 6 સુધી ફ્લાઇટ રદ કરાઈ
ADVERTISEMENT
સ્થાનિકોએ શું કહ્યું
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બને તેટલું ઝડપી પુલનું રીપેરિંગ કાર્ય શરૂ થાય જેથી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય અને મુસાફરો નિર્ભયતાથી મુસાફરી કરી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.