બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ઈન્ડિગોની કુલ 32 ફ્લાઇટ રદ, રાતે 12થી સવારે 6 સુધી ફ્લાઇટ રદ કરાઈ

હાલાકી / આજે ઈન્ડિગોની કુલ 32 ફ્લાઇટ રદ, રાતે 12થી સવારે 6 સુધી ફ્લાઇટ રદ કરાઈ

Vishal Khamar

Last Updated: 08:52 AM, 7 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાય દિવસથી ઈન્ડિગો ફ્લાઈટ રદ્દ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે પણ ઈન્ડિગોની કુલ 32 ફ્લાઈટો રદ્દ થતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

દેશભરમાં ઈન્ડિગોની ફ્લાઇટ સેવાઓ ફરી એકવાર મુશ્કેલીમાં આવી છે. સતત બીજા દિવસે અનેક ફ્લાઇટો રદ થતાં હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આજના દિવસની પરિસ્થિતિ

સૂત્રોના જણાવ્યા મુજબ, આજે કુલ 32 ઈન્ડિગો ફ્લાઇટો રદ કરી દેવામાં આવી. મધરાતે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધીની અનેક ફ્લાઇટો ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી.

ગઈ કાલની સ્થિતિ વધારે ગંભીર

ગઈ કાલે કુલ 72 ફ્લાઇટો રદ થઈ હતી. ખાસ કરીને રાત્રિના 12 વાગ્યા સુધીમાં જ 72 જેટલી ફ્લાઇટ રદ થવાથી મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.

બે દિવસમાં 104 ફ્લાઇટો રદ

6 અને 7 ડિસેમ્બરના રોજ મળીને કુલ 104 જેટલી ફ્લાઇટો રદ થઈ છે, જેનાથી દેશના વિવિધ એરપોર્ટ પર અસ્તવ્યસ્ત પરિસ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ અમિત શાહ આજે અમદાવાદમાં, 1500 કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ

મુસાફરો માટે તાત્કાલિક સુવિધાઓ

વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ અધિકારીઓએ મુસાફરોને એર એરિયામાં જ જરૂરી સુવિધાઓ પૂરી પાડી હતી. ખોરાક, પાણી અને આરામ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી લોકો અસુવિધા વગર રાહ જોઈ શકે. ઈન્ડિગો તરફથી પરિસ્થિતિને સામાન્ય બનાવવા પ્રયાસો ચાલુ રાખવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indigo Flight Cancellation Ahmedabad Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ