બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમિત શાહ આજે અમદાવાદમાં, 1500 કરોડના વિકાસ કાર્યોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ
Last Updated: 08:31 AM, 7 December 2025
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટે મુલાકાતે આવ્યા છે. કુલ અંદાજે ₹1500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શુભારંભ દ્વારા કરવામાં આવશે.
ADVERTISEMENT
શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનારા કુલ 12 કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે.
861 આવાસોનું લોકાર્પણ — થલતેજ
ADVERTISEMENT
થલતેજ વિસ્તારમાં તૈયાર કરાયેલા 861 આવાસોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી કરશે. આવાસ યોજનાથી સ્થાનિક નાગરિકોને રહેઠાણ સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.
ADVERTISEMENT
ઓક્સિજન પાર્ક — સરખેજ
સરખેજ વોર્ડમાં વિકસિત કરવામાં આવેલ ઓક્સિજન પાર્કનું પણ લોકાર્પણ આજે અમિત શાહ દ્વારા થશે. શહેરમાં હરીયાળી અને શુદ્ધ હવા માટે આ પાર્ક મહત્વપૂર્ણ સાબિત થશે.
ADVERTISEMENT

નરસિંહ મહેતા તળાવ — વસ્ત્રાપુર
ADVERTISEMENT
વસ્ત્રાપુરમાં નવનિર્મિત નરસિંહ મહેતા તળાવનું લોકાર્પણ પણ આજે કરવામાં આવશે. તળાવના વિકાસથી વિસ્તારના સૌંદર્યમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારું રીક્રિએશન સ્પેસ મળશે.
આ પણ વાંચોઃ ખોડલધામમાં આજે લેઉવા પાટીદાર સમાજનું શક્તિ પ્રદર્શન, નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા મંત્રીઓનું કરાશે સન્માન
ADVERTISEMENT
‘ચુનોતિયા મુજે પસંદ હૈ’ પુસ્તકનું વિમોચન
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ જીવન આધારિત પુસ્તક “ચુનોતિયા મુજે પસંદ હૈ”નું વિમોચન પણ આજે કરવામાં આવશે.અમદાવાદ શહેર આજે વિકાસ, સંસ્કૃતિ અને સાહિત્યને સમર્પિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોની સાક્ષી બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.