બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / The allotment of the department took place after the Gujarat Cabinet took oath

કોને કયું ખાતું / કનું દેસાઇ બન્યા ગુજરાતના નાણામંત્રી તો હર્ષ સંઘવીને લાગ્યો જેકપોટ, કોને કયુ ખાતું અપાયું, જુઓ આખું લિસ્ટ

Published By: Vishnu

Last Updated: 11:57 PM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારી દેવાઈ છે

  • ગુજરાતનું નવું મંત્રીમંડળ
  • કેબિનેટ બેઠકમાં ખાતાની થઈ ફાળવણી
  • મહત્વના ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાનો કારોભાર સોંપાયો 

ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળનો શપથગ્રહણ યોજાયો.  ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચાયું. જેમાં 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. શપથ સમારોહ સમાપ્ત થાય બાદ કોને કયા ખાતાની ફાળવણી કરવી તે માટે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જે બાદ મંત્રીઑની ખાતાની ફાળવણી કરી દેવાઈ છે, મહત્વના ગણાતા ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાના સુકાની પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કયા ખાતા
સા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો    

કેબિનેટ કક્ષાના મંત્રીઓને કયા ખાતા ફાળવાયા

  • કનુભાઈ મોહનલાલ દેસાઇ: નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
  • રાજેન્દ્ર ત્રિવેદી: મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો 
  •  જીતુભાઈ સવજીભાઈ વાઘાણી: શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
  • રૂષિકેશભાઈ ગણેશભાઈ પટેલ: આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો 
  • પૂર્ણેશ મોદી: માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ 
  • રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ: કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
  • કીરીટસિંહ જીતુભા રાણા: વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
  • નરેશભાઈ મગનભાઈ પટેલ: આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા 
  • પ્રદિપસિંહ ખનાભાઈ પરમાર: સામાજીક ન્યાય અને અધિકારીતા
  • અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ: ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો) 

  • હર્ષ રમેશકુમાર સંઘવી:
    રમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
  • જગદીશ વિશ્વકર્મા
    કુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
  • બ્રીજેશ મેરજા:   શ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ 
  • જીતુભાઈ હરજીભાઈ ચૌધરી:  કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
  • મનીષાબેન વકીલ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા 
     

રાજ્યકક્ષાનાં મંત્રી 

  • મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ: કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
  • નિમિષાબેન સુથાર: આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
  • અરવિંદભાઈ રૈયાણી: વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
  • કુબેરભાઈ ડીંડોર: ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને   સંસદીય બાબતો
  • કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલા: પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
  • ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર: અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
  • આર. સી. મકવાણા: સામાજીક ન્યાય અને અધિકારીતા
  • વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયા: શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
  • દેવાભાઈ પુંજાભાઈ માલમ: પશુપાલન અને ગૌ સંવર્ધન

PM મોદીએ પાઠવી શુભેચ્છા

ગુજરાતના નવા મંત્રીમંડળે શપથ લેતાની સાથે ખાતા પણ ફાળવી દેવાય છે ત્યારે PM મોદીએ નવા મંત્રીઓને ટ્વીટ કરી શુભકામના પાઠવાત કહ્યું કે મંત્રી તરીકે શપથ લેનાર તમામ સાથીઓને અભિનંદન, આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે જાહેર સેવામાં જીવન સમર્પીત કર્યુ, આ કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડાને આગળ વધાર્યો સૌને યશસ્વી કાળ માટે શુભકામનાઓ..  

ગૃહમંત્રી અમિતશાહે પણ પાઠવી શુભકામના

 

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે. શપથવિધિ બાદ તમામ મંત્રીઑને ખાતાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Department Gujarat cabinet allocation cm bhupendra patel gujarat gujarat Minister ખાતા ફાળવણી ગુજરાત ગુજરાત મંત્રીમંડળ મંત્રી ખાતા રાજ્ય કક્ષા મંત્રી સ્વતંત્ર હવાલો gujarat cabinet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ