બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The 52-yard flag on the Dwarkadhish temple is swinging half way due to strong winds

બિપોરજોય વાવાઝોડું / દ્વારકામાં અડધી પાટલીએ થઈ રહ્યા છે ધજાજીના દર્શન, ભક્તોએ વાવાઝોડાથી રક્ષણ માટે કાળિયા ઠાકરને કરી પ્રાર્થના

Malay

Last Updated: 09:04 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: દ્વારકામાં પવનની ગતિ વધી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે. ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા અડધી પાટલીએ ફરકી રહી છે.

 

  • દ્વારકાધીશ મંદિરે અડધી પાટલીએ ધજા ચડાવાઇ
  • ભારે પવનને કારણે અડધી પાટલીએ ધજા ચડાવાઇ
  • મંદિર શિખર પર દરરોજ ચડાવવામાં આવે છે 5 ધજા

અરબી સમુદ્રમાં ઉદભવેલા બિપોરજોય વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ચિંતા વધી રહી છે. બિપોરજોય વાવાઝોડાને કારણે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ હોય તેમ દરિયાકાંઠા વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકામાં પણ પવનની ગતિ વધી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે. ભારે પવનના કારણે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા અડધી પાટલીએ ફરકી રહી છે. વાવાઝોડાની આગાહી પગલે અડધી પાટલીએ ધજા ચડાવાઈ છે. ભક્તો વાવાઝોડાથી રક્ષણ માટે કાળિયા ઠાકરને પ્રાર્થના કરી રહ્યા છે.દ્વારકામાં વાવાઝોડાની અસરને પગલે સાવચેતીના પગલા લેવાયા છે.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગોંમતીઘાટ ખાલી કરાવાયો છે. તંત્રની સૂચના મૂજબ યાત્રિકોને ગોમતીઘાટથી દૂર કરાયા છે. યાત્રિકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ગત વર્ષે પણ ચડાવવામાં આવી હતી ધજા
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે જુલાઈ મહિનામાં પણ દ્વારકાધીશ મંદિરે અડધી પાટલીએ ધજા ચડાવવામાં આવી હતી. ભારે વરસાદને લઈને જગત મંદિરના વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે દ્વારકાધીશ મંદિરે અડધી પાટલીએ ધજા ચડાવવામાં આવી હતી. અવિરત વરસાદને પગલે અડધી પાટલીએ ધજા ચડાવવામાં આવી હતી. આ પહેલા તૌકતે વાવાઝોડા કારણે દ્વારકાધીશ મંદિરે ધજા અડધી પાટલીએ ચડાવવામાં આવી હતી. તો એ પહેલા વર્ષ 2021માં અડધી પાટલીએ ધજા ચડાવાઈ હતી. કારણ કે મંદિર પર વીજળી પડતા પાટલીને નુકસાન થયું હતું. વીજળી પડવાથી કાઠી પર રહેલી પાટલીના બે ભાગ થઈ ગયા હતા. જેથી મંદિર પર ધજા અડધી પાટલીએ ચડાવવામાં આવી હતી. નોંધનીય છે કે, દ્વારકાધીશના મંદિરના શિખર પર દરરોજ પાંચ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. 

VIDEO : દ્વારકાધીશ મંદિરના શિખર પર પડી વીજળી, જુઓ ધજાનું શું થયું |  ligihting struck in dwarka temple

અબોટી બ્રાહ્મણો દ્વારા ચડાવવામાં આવે છે દિવસની 5 ધજા
દ્વારકા જગતમંદિર મંદિરના શિખર પર વર્ષોથી અબોટી બ્રાહ્મણો દ્વારા દરરોજ પાંચ ધજા ચડાવવામાં આવે છે. ઠંડી હોય, ગરમી હોય કે ભારે વરસાદ હોય અબોટી બ્રાહ્મણો આ કાર્યને સેવા ગણીને દિવસની પાંચ ધજા ચઢાવવાનું ક્યારેય ચૂકતા નથી. તેમનો આ ક્રમ ક્યારેય તૂટ્યો નથી. તેઓ ગમે તેવી આફતમાં પણ ધજા ચઢાવવાનું ચૂકતા નથી. તેઓ જાતે ચઢીને મંદિર પર ધજા ફરકાવે છે. આ અબોટી બ્રાહ્મણોની વર્ષોની પરંપરા છે. 

યાદવો પોતાના મહેલમાં લગાવતા હતા અલગ-અલગ ધજા
દ્વારકાધીશ મંદિર પર 52 ગજની જ ધજા ફરકાવવામાં આવે છે.  જેની પાછળ અનેક માન્યતાઓ છે જેમાં દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવતા હતા.  જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધજા ફરકાવવામાં આવે છે. ઉપરાંત 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. એટલે 52 ગજની ધજા ચડાવાય છે. આમ અનેક માન્યતાઓ પ્રચલિત છે.

જય દ્વારકાધીશ: જગતમંદિર દ્વારકાના દ્વાર આ તારીખ સુધી ભક્તો માટે કરાયા બંધ |  coronavirus in Gujarat dwarka mandir lockdown

આ સમયે ચડાવવામાં આવે છે ધજા
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે અને  શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. ત્યારબાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે નવી ધજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો જ હકદાર હોય છે અને તે કપડાંથી ભગવાનના વસ્ત્રો તૈયાર કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ