ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પાટીદાર સમાજને મદદ કરવા તૈયાર', ખેડામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્ન વિવાદ પર ઠાકરશી રબારીનું નિવેદન

બનાસકાંઠા / 'પાટીદાર સમાજને મદદ કરવા તૈયાર', ખેડામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્ન વિવાદ પર ઠાકરશી રબારીનું નિવેદન

Published By: Vishal Khamar

Last Updated: 04:06 PM, 15 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં પાટીદાર યુવતીના પ્રેમલગ્ન વિવાદ પર ઠાકરશી રબારીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ઠાકરશી રબારીએ સમાજના યુવાનોને અપીલ કરી છે કે કોઈ સમાજની દીકરી લાવવી નહી. તેમજ પાટીદાર સમાજને મદદની જરૂર પડશે તો મદદ કરવાનું કહ્યું હતું.

ADVERTISEMENT

ખેડા જિલ્લામાં પાટીદાર સમાજની યુવતીના પ્રેમલગ્ન મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈ રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ મુદ્દે પાટીદાર સમાજને સમર્થન આપતા જણાવ્યું કે સમાજની પરંપરા અને સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સૌએ સંયમ રાખવો જરૂરી છે.

રબારી સમાજના યુવાનોને અપીલ કે કોઈ સમાજની દીકરી લાવવી નહીં-ઠાકરશી રબારી

ઠાકરશી રબારીએ રબારી સમાજના યુવાનોને અપીલ કરતાં કહ્યું કે કોઈપણ અન્ય સમાજની દીકરીને ભાગેડું લગ્ન કરીને લાવવું યોગ્ય નથી. આવા પગલાંથી સમાજોમાં તણાવ ઊભો થવાની શક્યતા રહે છે, તેથી યુવાનોને જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.

પાટીદાર સમાજને મદદની જરૂર પડશે તો મદદ કરવા તૈયાર-ઠાકરશી રબારી

તેમણે વધુમાં જણાવ્યું કે જો આ મુદ્દે પાટીદાર સમાજને મદદની જરૂર પડશે તો રબારી સમાજ તેમની સાથે ઊભો રહેશે. પાટીદાર સમાજ ખૂબ શક્તિશાળી અને આર્થિક રીતે મજબૂત સમાજ હોવાનું તેમણે ઉમેર્યું.

નરેશ પટેલને કહેવા માગુ છું કે કાયદો બનાવવા માટે આંદોલન કરે-ઠાકરશી રબારી

આ સાથે ઠાકરશી રબારીએ સામાજિક મુદ્દાઓના કાયમી ઉકેલ માટે કાનૂની વ્યવસ્થા કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી. તેમણે પાટીદાર આગેવાન નરેશ પટેલને સંબોધતા જણાવ્યું કે આવી ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવા સરકાર પર દબાણ લાવવા માટે આંદોલન કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃ 'રબારી પાસેથી દીકરી પાછી લાવો', કિંજલ રબારીની ઘરવાપસી પછી પાટીદાર સમાજના માતા-પિતાની આજીજી

ભાગેડું લગ્ન સામે આંદોલનમાં રબારી સમાજનું સમર્થન-ઠાકરશી રબારી

ઠાકરશી રબારીએ સ્પષ્ટ કર્યું કે ભાગેડું લગ્નના મુદ્દે જો કોઈ સામાજિક આંદોલન થાય તો તેમાં રબારી સમાજનો સમર્થન રહેશે. સમાજોમાં શાંતિ અને સમરસતા જળવાઈ રહે તે માટે સૌએ મળીને વિચારવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kheda news Kheda Patidar girl Kheda

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ