ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રબારી પાસેથી દીકરી પાછી લાવો', કિંજલ રબારીની ઘરવાપસી પછી પાટીદાર સમાજના માતા-પિતાની આજીજી
Last Updated: 02:35 PM, 15 March 2026
ADVERTISEMENT
ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામમાં એક પાટીદાર સમાજની મહિલાએ રબારી સમાજના અગ્રણીઓને સંબોધીને પોતાની દીકરીને પરત અપાવવા અપીલ કરી છે. રેણુકા પટેલ નામની મહિલાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં રબારી સમાજના આગેવાનોને વિનંતી કરી હતી કે તેમની દીકરીને પરત અપાવવા મદદ કરે.
ADVERTISEMENT

મહિલાના જણાવ્યા મુજબ તેમની દીકરીને રબારી સમાજના યુવક પિયુષ રબારી ભગાડી ગયો છે. તેઓએ જણાવ્યું કે આ ઘટના લગભગ છ દિવસ પહેલા બની હતી. દીકરીને પરત અપાવવા માટે તેઓએ રબારી સમાજના અગ્રણીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે અને સમાજને પણ આ મામલે સહયોગ આપવા વિનંતી કરી છે.
ADVERTISEMENT
આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વીડિયોમાં તેઓ રબારી સમાજના આગેવાનોને સંબોધીને પોતાની દીકરીને સુરક્ષિત રીતે પરત અપાવવા માંગ કરી રહી છે.
ADVERTISEMENT
માહિતી મુજબ યુવતીના પરિવારે આ બાબતે ઠાકરશી રબારીને પણ જાણ કરી હતી. યુવતીની માતાએ તેમને પણ પોતાની દીકરીને પરત અપાવવા માટે વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.

ADVERTISEMENT
પરિવારના જણાવ્યા અનુસાર પિયુષ રબારી મૂળ મહેમદાવાદનો રહેવાસી છે અને હાલમાં ચારણ નિકોલ ગામમાં રહેતો હતો. યુવતીને તે છ દિવસ પહેલા પોતાના સાથે લઈ ગયો હોવાનું પરિવારનો આક્ષેપ છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ક્યારે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી? આ તારીખે જાહેર થશે, મહત્વના સમાચાર
ADVERTISEMENT
આ ઘટનાને લઈને યુવતીના પરિવારે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. જોકે, બીજી તરફથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે યુવતીએ માતા-પિતાની જાણ બહાર યુવક સાથે લગ્ન કર્યા હોવાનું જણાવાયું છે. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને બંને પક્ષોની માહિતીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.