બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Meta બંધ કરી રહ્યું છે આ સર્વિસ, Mac-Windows યુઝર્સને મોટો ઝટકો!
Last Updated: 11:58 AM, 17 October 2025
સોશિયલ મીડિયા જાયન્ટ Meta (અગાઉનું ફેસબુક)એ જાહેરાત કરી છે કે તે હવે Mac અને Windows માટે Messenger એપ બંધ કરી રહી છે. કંપનીએ યુઝર્સને નોટિફાય કરવાનું શરૂ કરી દીધું છે કે આગામી 60 દિવસમાં આ એપ્લિકેશન સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દેશે. આ પછી Messengerનો ઉપયોગ ફક્ત ફેસબુક સાઇટ અથવા Messenger.com દ્વારા જ કરી શકાશે.
ADVERTISEMENT
Metaના જણાવ્યા પ્રમાણે, એપને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે જ યુઝર્સને ઇન-એપ નોટિફિકેશન મળવા લાગશે. એના પછી બે મહિનાનો ટ્રાન્ઝીશન ટાઇમ આપવામાં આવશે જેથી લોકો વેબ વર્ઝન પર શિફ્ટ થઈ શકે. આ સમયગાળા પછી ડેસ્કટોપ એપમાં લોગઇન થવાનું બંધ થઈ જશે અને કંપનીએ ભલામણ કરી છે કે યુઝર્સ એપ્લિકેશન ડિલીટ કરી નાખે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઘણા યુઝર્સના મનમાં એવો સવાલ છે કે એપ્લિકેશન બંધ થયા પછી જૂની ચેટ્સનું શું થશે. Metaનું કહેવું છે કે કહે છે કે જો સિક્યોર સ્ટોરેજ ઓન રાખ્યું હશે, તો બધી જ ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રહેશે. આ ફીચર એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે, જેનાથી મેસેજ સુરક્ષિત રીતે સેવ અને ડિવાઇસ પર સિંક રહે છે.
આ ફીચરને ચેક કરવા માટે Settings → Privacy & Safety → End-to-end Encrypted Chats → Message Storage પર જઈને જુઓ કે Secure Storage ઓન છે કે નહીં.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો કોઈ Messenger-only યુઝર હોય, એટલે કે ફેસબુક એકાઉન્ટ ન હોય, તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેટાએ જણાવ્યું છે કે આવા યુઝર્સને Messenger.com પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તેઓ ફેસબુક પ્રોફાઇલ વિના પણ ચેટિંગ ચાલુ રાખી શકે છે.

ADVERTISEMENT
મેટાના જણાવ્યા પ્રમાણે, આ પગલું એ મોટી વ્યૂહરચનાનો ભાગ છે કે જેમાં તે ડેસ્કટોપના અનુભવને સરળ બનાવવા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સને એક જગ્યા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. Mac માટે મેસેન્જર એપ 2020માં લોન્ચ કરવામાં આવી હતી, થોડા સમય પછી આનું વિન્ડોઝ વર્ઝન પણ આવ્યું હતું. જો કે, બંનેનો ઉપયોગ ઘણા ઓછા લોકોએ કર્યો, કારણ કે મોટાભાગના યુઝર્સ મોબાઇલ એપ પર અથવા બ્રાઉઝરમાં જ ચેટ કરે છે.
આ પણ વાંચો: ઉઠાવો દિવાળી સેલનો ફાયદો, 10,000થી પણ ઓછી કિંમતે અહીં મળે છે આ સ્માર્ટ TV!
મેટા હવે તેના ડેસ્કટોપ ક્લાયન્ટ્સને ધીમે-ધીમે બંધ કરી રહી છે, જથી તે વેબ-બેઝ્ડ એન્ક્રિપ્ટેડ એક્સપીરીયન્સ પર વધારે ધ્યાન આપી શકે. હવે Messenger.com પર સિક્યોર PIN સેટઅપ, ચેટ બેકઅપ અને સિંક ફીચર જેવા નવા અપડેટ પણ મળી રહ્યા છે. આનાથી યુઝર્સને સુરક્ષિત અને સએઅલ ચેટિંગ એક્સપીરીયન્સ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.