ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમારો ફોન વારેવારે હેંગ થાય છે? આ ટ્રિક્સથી રોકેટ સ્પીડે ચાલશે મોબાઈલ

સરળ ટિપ્સ / તમારો ફોન વારેવારે હેંગ થાય છે? આ ટ્રિક્સથી રોકેટ સ્પીડે ચાલશે મોબાઈલ

Last Updated: 07:33 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારો ફોન વારંવાર હેંગ થઈ રહ્યો છે તો આ સમાચાર તમારા માટે છે. આ સરળ ટિપ્સ અને ઉપાય દ્વારા તમે તમારા ફોનની સ્પીડ ફરીથી વધારી શકો છો. જાણો કઈ રીતે..

ADVERTISEMENT

ઘણી વાર સ્માર્ટફોન જૂનો થતા તેની સ્પીડ ધીમી પડી જાય છે અને ફોન વારંવાર હેંગ થવા લાગે છે. વપરાશકર્તાઓએ એપ ખોલતા તે વચ્ચે જ અટકી જતો હોય છે, જેના કારણે કામ અધવચ્ચે અટકી જાય છે અને મુશ્કેલી વધે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. થોડા સરળ ઉપાયો અપનાવીને ફોનની સ્પીડ ફરી વધી શકે છે.

mobile-addiction

ફોન હેંગ થવાના મુખ્ય કારણો

  • મેમરી ફૂલ થઈ જવું
  • વધુ એપ્સ એકસાથે ચલાવવી
  • જૂના વર્ઝનના એપ્સમાં બગ્સ
  • વધારે કેશે ડેટા જમા થવો
  • ઓવરહીટિંગ (ફોન ગરમ થવો)
Smartphone Heat (5)

ફોનને રીસ્ટાર્ટ કરો

સૌથી સરળ ઉપાય છે ફોનને બંધ કરીને ફરી ચાલુ કરવો. આ નાના પગલાથી ઘણીવાર મોટી સમસ્યા હલ થઈ જાય છે.

Smartphone Heat (7)

કેશે ડેટા સાફ કરો

એપ્લિકેશન સમય જતાં કેશે ફાઇલ્સ જમા કરે છે જે ફોનને ધીમી કરે છે. સેટિંગ્સ → એપ્સ → સ્ટોરેજ → કેશે ક્લિયર પર ક્લિક કરીને ફોન હળવો અને ઝડપી બનાવો.

heating-mobile

એપ્સને અપડેટ કરો

જૂની એપ્સમાં બગ્સ હોવાના કારણે પણ ફોન ધીમો પડી શકે છે. Google Play Store અથવા App Store માં જઈને હંમેશા એપ્સને અપડેટ રાખો.

SMART-PHONE-1

સ્ટોરેજ ખાલી કરો

ફોનમાં મેમરી ફૂલ હોય તો પરફોર્મન્સ ઘટે છે. બિનજરૂરી ફોટા, વીડિયો, ફાઇલો અથવા એપ્સ ડિલીટ કરો. મહત્વનું ડેટા ક્લાઉડ અથવા એક્સટર્નલ સ્ટોરેજમાં સાચવો.

Smartphone Heat (2)

ફેક્ટરી રીસેટ કરો

જો ઉપરના ઉપાયો કામ ના કરે તો છેલ્લો વિકલ્પ છે ફેક્ટરી રીસેટ. આથી ફોન નવો જેવી સ્થિતિમાં આવી જાય છે. આથી તમારો બધું ડેટા ડિલીટ થશે, એટલે પહેલા બેકઅપ લેવું જરૂરી છે.

વધુ વાંચો : પ્લાનમાં ફેરફાર કરતા આ કંપનીના યુઝર્સને લાગ્યો ઝટકો, જાણો

આ સાવચેતીઓ પણ રાખો

  • એક સાથે ઘણી એપ્સ ના ચલાવો.
  • ફક્ત વિશ્વસનીય એપ્સનો જ ઉપયોગ કરો.
  • ફોનને વધારે ગરમ થવા ના દો.
  • સમયાંતરે એન્ટીવાયરસથી સ્કેન કરો.

જો તમે આ સરળ સ્ટેપ્સ અપનાવો તો તમારો સ્માર્ટફોન ફરી ઝડપી બની શકે છે અને હેંગ થવાની સમસ્યા ઘટી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SmartphoneTricks Mobile Tips Technology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ