બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / એમેઝોન પ્રાઇમ યુઝર્સ માટે આંચકો, 17 જૂનથી શો જોવા માટે ચૂકવવા પડશે વધારાના પૈસા!

ટેક / એમેઝોન પ્રાઇમ યુઝર્સ માટે આંચકો, 17 જૂનથી શો જોવા માટે ચૂકવવા પડશે વધારાના પૈસા!

Last Updated: 01:01 PM, 14 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમેઝોન પ્રાઈમ વીડિયો પર હવે એડ ફ્રી કન્ટેન્ટ જોવા માટે યુઝર્સે વધારાના પૈસા ચૂકવવા પડશે. કંપનીનો આ નિર્ણય ભારતમાં પણ પડશે.

એમેઝોન પ્રાઇમ પર હવે એડ ફ્રી કન્ટેન્ટ  જોવાનો અનુભવ હવે પહેલા જેવો નહીં રહે. 17 જૂનથી પ્રાઇમ વીડિયો તેના પ્લેટફોર્મ પર જાહેરાતો બતાવવાનું શરૂ કરશે. પ્રાઈમે ગયા વર્ષે જ તેની ઘોષણા કરી હતી, પરંતુ હવે આ નિયમ ભારતીય દર્શકો માટે પણ લાગુ થશે. હવે યુઝર્સે "પંચાયત", "મિર્ઝાપુર" અને "ધ ફેમિલી મેન" જેવી ફિલ્મો અને વેબ સિરીઝ જાહેરાતો વગર જોવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે. એમેઝો પ્રાઈમે આ માહિતી માટે તેના યુઝર્સને ઇમેઇલ મોકલવાનું શરૂ કરી દીધું છે.

  • કેટલો ચૂકવવો પડશે એક્સ્ટ્રા ચાર્જ?

અત્યાર સુધી પ્રાઇમ સબ્સ્ક્રાઇબ કરવા પર યુઝર્સને એડ ફ્રી કન્ટેન્ટ જોવાનો લાભ મળતો હતો, પરંતુ હવે કંપનીએ તેના જૂના પ્લાનમાં ફેરફાર કર્યા છે જેની અસર યુઝર્સના ખિસ્સા પર પડશે. જો તમે ઇચ્છો છો કે કન્ટેન્ટ જોતી વખતે કોઈ એડ ન દેખાય તો આ માટે યુઝર્સે હાલની પ્રાઇમ મેમ્બરશિપમાં એડ-ઓન ઓપ્શન પસંદ કરવો પડશે. આ એડ ફ્રી અનુભવ માટે દર મહિને 129 રૂપિયા અથવા વાર્ષિક 699 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. હાલ માટે ડિસ્કાઉન્ટ કિંમત તરીકે 699 રૂપિયા લેશે પરંતુ એડ ફ્રી કન્ટેન્ટ માટે કંપની એડ-ઓન તરીકે 999 રૂપિયા લેશે.

Vtv App Promotion


ઉલ્લેખનીય છે કે, એમેઝોને વર્ષ 2023માં જ ભારતમાં તેના પ્રાઇમ મેમ્બરશિપ પ્લાનને રિવાઇઝ કરીને 299 રૂપિયા પ્રતિ માસ અને 1499 રૂપિયા વાર્ષિક કર્યો હતો, પરંતુ હવે યુઝર્સ આ પ્લાન સાથે પણ એડ ફ્રી કન્ટેન્ટનો અનુભવ કરી શકશે નહીં. તમારી મનપસંદ ફિલ્મો અને વેબ સિરીઝ જાહેરાતો વગર જોવા માટે તમારે વધારાના એડ-ઓન કરવા પડશે. એમેઝોન પાસે પ્રાઇમ લાઇટ પ્લાન પણ છે, જેમાં તમે એડ સાથે HDમાં કન્ટેન્ટ સ્ટ્રીમ કરી શકો છો, પરંતુ આ નવો ફેરફાર MX પ્લેયર પર લાગુ નહીં થાય.

એમેઝોનની ઘણી હિટ સીરીઝો જેમ કે "પંચાયત", "ધ ફેમિલી મેન" અને "મિર્ઝાપુર" ભારતમાં ખૂબ જ ફેમસ છે. પંચાયતની ચોથી સીઝન જુલાઈમાં આવી રહી છે અને તેનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં જો દર્શકોને આ શો વચ્ચે જાહેરાતો જોવી પડે તો તેમના અનુભવ પર ચોક્કસપણે અસર પડશે. તેનાથી બચવા માટે યુઝર્સે હવે વધારાની રકમ ચૂકવવી પડશે.

વધુ વાંચો : જિયોના કરોડો યુઝર્સને ફાયદો! 895 રૂપિયાના રિચાર્જ પ્લાન મળશે 300 દિવસની વેલિડિટી

  • કંપનીએ શું કહ્યું?

એમેઝોનનું આ પગલું નેટફ્લિક્સ અને જિયો-હોટસ્ટાર જેવા અન્ય OTT પ્લેટફોર્મ જેવું જ છે. આ OTT પ્લેટફોર્મે અગાઉ એડ સપોર્ટેડ મોડેલ પણ રજૂ કર્યું છે પરંતુ કંપનીનું કહેવું છે કે એડ મર્યાદિત રહેશે અને પ્રાઇમ મેમ્બરશિપના યુઝર્સના અનુભવને અસર નહીં થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Streaming Prime Video Amazon Prime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ