બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Tears of the leader to the leader A tear-jerker or a tear-jerker, who should the public vote for?

મહામંથન / નેતાના આંસુ નેતાને તારે? આંસુ પાડનાર કે આંસુ લૂછનાર, જનતા કોને મત આપે?

Dinesh

Last Updated: 08:11 PM, 16 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: તાજેતરમાં નેતાના ભાવુક થવાની ઘટના બની છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નેતા ભાવુક થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નેતાઓની ભાવુકતા સામે પણ સવાલ ઉઠ્યા છે

આંસુ એ લાગણી પ્રદર્શિત કરવાનું જો એક માધ્યમ છે તો સામી વ્યક્તિના ગુસ્સાને પીગાળવાનું એક હથિયાર પણ છે. આજકાલ રાજકારણની દ્રષ્ટિએ આંસુ ચર્ચામાં છે, અહીં એ કહેવાનો આશય નથી કે નેતાઓ લોકોની લાગણી સાથે રમત રમી રહ્યા છે પણ એટલું ચોક્કસ છે કે તે નેતા છે એટલે સામાન્ય માણસથી આગળનું તો કદાચ વિચારી શકે છે. પોતાનું ઉમેદવારી પત્ર ભરતી વખતે તાજેતરમાં ગેનીબેન ઠાકોર સ્ટેજ ઉપર જ અતિશય ભાવુક થયા હતા એ પછીથી બે દિવસ સતત આ સિલસિલો ચાલ્યો, ગઈકાલે ઉમેદવારી પત્ર ભરતી વખતે સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ભાવુક થયા તો સાબરકાંઠાથી ઉમેદવારી નોંધાવતી વખતે પોતાના પિતાને યાદ કરીને તુષાર ચૌધરી ભાવુક થયા. ભાવુકતામાં રાજકારણ ત્યારે ઉમેરાયું જ્યારે ડીસાના ભાજપના ધારાસભ્યએ આંસુ સારવાની વાતને નાટક ગણાવી અને ભાજપને આંસૂ લૂછનારી પાર્ટી ગણાવી. તો ગેનીબેને પણ વળતો જવાબ આપ્યો કે અમે જનતાના પ્રેમથી અભિભૂત છીએ માટે અમારી આંખમા હરખના આંસુ છે. આમ તો વિચિત્રતા કહેવાય કે સામાન્ય માણસ પણ ક્યારેક સરકારી વ્યવસ્થાતંત્રના વાંકે આંસુ સારતો હશે પણ તેના આંસુની નોંધ નથી લેવાતી જ્યારે નેતાના આંસુ મુદ્દો બની જાય છે અને કયારેક સહાનુભૂતિના ધોધમાં પણ ખપી જાય છે. અંતે તો જનતાએ જ્યારથી ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારથી જ કદાચ મનોમન નક્કી કરી પણ લીધું હોય કે તે કોને મત આપવા માગે છે

 

આંસુનો મુદ્દો
નેતાના આંસુનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં નેતાના ભાવુક થવાની ઘટના બની છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે નેતા ભાવુક થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નેતાઓની ભાવુકતા સામે પણ સવાલ ઉઠ્યા છે. મોટેભાગે નેતા હોય એટલે તેની લાગણી પણ ચર્ચાનો વિષય બને છે. સવાલ એ છે કે નેતાના આંસુ નેતાને તારે ખરા? આંખમાં આંસુથી જનતાની સહાનુભૂતિ મળે ખરી? નેતા માટે ભાવુકતા એ સાચી લાગણી કે રાજકીય તક?

તાજેતરમાં ક્યા નેતા ભાવુક થયા?
ડૉ.તુષાર ચૌધરી
ઉમેદવાર, કોંગ્રેસ, સાબરકાંઠા લોકસભા

ઋત્વિક મકવાણા
ઉમેદવાર, કોંગ્રેસ, સુરેન્દ્રનગર લોકસભા

ગેનીબેન ઠાકોર
ઉમેદવાર, કોંગ્રેસ, બનાસકાંઠા લોકસભા

વાંચવા જેવું: UPSCની સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર, ગુજરાતના 25 ઉમેદવાર પાસ

આંસુ પર રાજકારણ!
તાજેતરમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે ગેનીબેન ઠાકોર ભાવુક થયા હતા. બનાસકાંઠાની જનતાનો આભાર માનતા ગેનીબેન રડી પડ્યા હતા. ત્યારે  ગેનીબેનના ભાવુક થવા અંગે ભાજપે વળતો જવાબ આપ્યો છે. ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ આંસુ સારવાની વાતને ખોટી ગણાવી હતી. પ્રવિણ માળીએ કહ્યું કે કોંગ્રેસના લોકો આંસુ સારીને મત માગે છે. પ્રવિણ માળીએ કહ્યું ભાજપ આંસુ લૂછવામાં માને છે અને બનાસકાંઠાની જનતા આંસુ લૂછનાર સાથે છે.  ગેનીબેન ઠાકોરે પણ જવાબ આપતા કહ્યું કે તેમની આંખમાં હર્ષના આંસુ હતા. ગેનીબેને કહ્યું કે તેઓ જનતાના પ્રેમથી અભિભૂત થયા છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ