બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:53 PM, 16 April 2024
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જે UPSCની પરીક્ષામાં કુલ 1016 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. જનરલ કેટગરીમાં 347,EWSમાં 115 ઉમેદવારો પાસ થયા છે. જ્યારે OBCમાં 303,SCમાં 165 અને STમાં 86 ઉમેદવારો ઉતીર્ણ થયા છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઈન્ડીયામાં ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો છે
ADVERTISEMENT
ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો
UPSCની પરીક્ષામાં ઓલ ઈન્ડીયાના ટોપ 100માં ગુજરાતના 3 ઉમેદવારો સામેલ છે. અત્રે જણાવી દઈએ કે, આ પરીક્ષામાં ગુજરાતના 25 ઉમેદવારોને સફળતા મળી છે. વિષ્ણુ સસીકુમારે ઓલ ઈન્ડીયા 31મો રેન્ક મેળવ્યો છે. જ્યારે અંજલી ઠાકુરે 43મો, અતુલ ત્યાગીએ 62મો રેન્ક મેળવ્યો છે.

ADVERTISEMENT
ઓલ ઇન્ડિયા રેન્કના પાંચ ટોપર્સ કોણ છે?
યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2023માં આદિત્ય શ્રીવાસ્તવે ઓલ ઇન્ડિયા રેન્ક વન મેળવ્યો છે.જ્યારે અનિમેષ પ્રધાનને બીજું સ્થાન અને અનન્યા રેડ્ડી ત્રીજા સ્થાને છે, પીકે સિદ્ધાર્થ રામકુમાર ચોથા સ્થાને છે જ્યારે રૂહાની પાંચમા સ્થાને છે.
IAS Topper AIR-1
— jeetu maher (@Jeetu8290) April 16, 2024
Aditya Srivastava
Reaction after result#UPSC2023 #UPSC#UPSC2024 pic.twitter.com/3thLt0dzS3
ADVERTISEMENT
ADVERTISEMENT
આ રીતે રિઝલ્ટ જોઈ શકશો
સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ - upsc.gov.in મુલાકાત લો.
સ્ટેપ 2: વેબસાઇટના હોમપેજ પર, તમને પરિણામની લિંક દેખાશે.
સ્ટેપ 3: પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારી સામે એક પીડીએફ ખુલશે.
સ્ટેપ 5: પીડીએફમાં તમારો રોલ નંબર શોધો.
સ્ટેપ 6: પીડીએફ ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.