ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ambalal Patel forecast regarding monsoon in the state

Monsoon 2024 / આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી, ક્યાં પડશે સારામાં સારો વરસાદ, જાણો અંબાલાલની આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 04:46 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તા. 24 મે થી 4 જૂન દરમ્યાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થશે.

ADVERTISEMENT

રાજ્યમાં ચોમાસાનાં વિધિવત પ્રારંભને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે. જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ તશે. જૂનાગઢ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ રહેશે. અમરેલી જીલ્લામાં પણ સારો વરસાદ થશે. બનાસકાંઠાનાં જીલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે. તેમજ કચ્છ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ વરસશે.  તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે. તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઉભું થશે. 

અલ નીનોની સ્થિતિ નબળી બની રહી છે
ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે. પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે. એવો અંદાજ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીના સ્થિતિ ઊભી થઈ શકે છે. વાસ્તવમાં, લા નીનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે. IMDએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે.

વધુ વાંચોઃ આ છે જળ માટે જંગ લડતા ગીર સોમનાથના બે ગામડાં, જ્યાં નળ, હેન્ડપંપ છે શોભાના ગાંઠીયા સમાન, સાંભળો જનતાની વ્યથા

નવ વખત સામાન્ય કરતાં વધુ વરસાદ થયો
IMD ચીફે જણાવ્યું હતું કે, 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ નોંધાયો હતો જ્યારે અલ નીનો પછી લા નીના આવ્યો હતો. તે જ સમયે, દેશમાં 22 લા નીના વર્ષોમાંથી, 20 વખત ચોમાસું સામાન્ય કરતાં વધુ હતું. વિભાગે કહ્યું કે, આ વખતે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોના કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ભારતના વાર્ષિક વરસાદના લગભગ 70 ટકા વરસાદ પૂરો પાડે છે, જે કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. દેશના જીડીપીમાં કૃષિનું યોગદાન લગભગ 14 ટકા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Pre-monsoon activity પ્રિ-મોન્સૂન એક્ટિવિટી Ambalal Patel હવામાન નિષ્ણાંત gujarat weather update અંબાલાલ પટેલ South Gujarat દક્ષિણ ગુજરાત Meteorologist

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ