બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath Water Crisis in Summer
Vishal Khamar
Last Updated: 04:45 AM, 17 April 2024
એક વૃદ્ધનાં ખભે લાકડી છે. અને લાકડીનાં બંને છેડે બે ડબ્બા બાંધેલા છે. વૃદ્ધ પગપાળા ચાલી રહ્યા છે. મજબૂર છે એ તરસ સામે જેને છીપાવવા માટે ઘરથી દૂર પાણી લેવા માટે જવું પડે છે.
ADVERTISEMENT
પાણી માટે તરસતું ફરેડા,ઝાંખીયા
હવે હેન્ડપંપમાંથી ધીમીધારે પાણી આવે છે. એક બેડું પાણી ભરવામાં તો આ પંપ હાંફ ચઢાવી દે છે. ગીર-સોમનાથનાં ગીર-ગઢડા તાલુકાના ફરેડા અને જૂના ઝાંખીયા ગામમાં લોકો પીવાનાં પાણી માટે ફાંફા મારી રહ્યા છે.
નળ, હેન્ડપંપ બન્યા શોભાના ગાંઠીયા
આ બંને ગામમાં પીવાના પાણીની લાઈન તો છે. પણ પાણી આવતું નથી. કૂવો છે પણ એ સૂકાઈ ગયો છે. જ્યારે હેન્ડ પંપ હંફાવી રહ્યો છે. લોકોને પીવાનાં પાણી મળી રહ્યું નથી. વાપરવાનાં પાણીની વાત તો દૂર રહી. આસપાસનાં ડેમમાં પણ પાણી સૂકાઈ ગયા છે. સ્થિતિ એ છે કે લોકોને પાણી ભરવા માટે દૂર વાડીઓ સુધી જવું પડે છે.
ADVERTISEMENT
તંત્ર સુધી પહોંચશે તરસ્યાની વાત?
હજુ ઉનાળો શરૂ થયો છે. ત્યાં પાણીની આવી સ્થિતિ છે. તો આ ગ્રામજનો આગામી દિવસોમાં કેવી રીતે કાઢશે એ મોટો સવાલ છે. તો આ ગ્રામજનો આગામી દિવસો કેવી રીતે કાઢશે એ મોટો સવાલ છે. વળી ફરેડા અને જૂના ઝાંખીયા ગામ જૂથ પંચાયતમાં આવે છે. અહીં પંચાયતમાં કોઈ સરપંત તરીકે નથી. જેથી ગામમાં વહીવટદાર પંચાયતનાં કામ જોવે છે. સરપંચ ન હોવાનાં કારણે પણ ગામનાં પ્રશ્નો ઉપર સુધી પહોંચતા નથી.
વધુ વાંચોઃ દેવી-દેવતાના શરણે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો, આજે નોંધાવશે ઉમેદવારી, જુઓ રૂપાલા વિવાદ પર શું કહ્યું?
શહેરમાં ભલે પુરતું પાણી મળી રહેતું હોય. કેટલાક લોકો તો પાણીનો વ્યય પણ કરતા હોય છે. પણ આજે પણ રાજ્યનાં અનેક ગામડાઓ એવા છે. જ્યાં પીવાના પાણી નથી મળી રહ્યા. ત્યારે ફરેડા અને ઝાંખિયા ગામની વ્હારે તંત્ર ક્યારે આવશે એ જોવું રહ્યું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.