બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:15 AM, 10 March 2026
T20 વર્લ્ડ કપ જીત પર બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી છે. આ દરમિયાન અમિતાભ બચ્ચનનું એક ટ્વિટ વાયરલ થયું છે. જેમાં તેમને જીત મેળવવા માટે આપેલી એક કુરબાનીનું વર્ણન કર્યું છે. 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર જીત મેળવી હતી. જેમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ શાહરૂખ ખાનથી લઈને વિકી કૌશલ સુધીના લોકોએ સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા. હવે અમિતાભ બચ્ચનનું ટ્વિટ પણ હેડલાઇન્સમાં આવ્યું છે. તેમને મેચના ફોટા સાથે લખ્યું છે કે આવું કેવી રીતે થયું.
ADVERTISEMENT
T 5679 - कहा था नहीं देखूँगा तो जीत जाएँगे ! हो गया ! pic.twitter.com/JHgQyc2v2S
— Amitabh Bachchan (@SrBachchan) March 8, 2026
ADVERTISEMENT
અમિતાભ બચ્ચન ક્રિકેટ ફેન છે. તેમની દીવાનગી ઘણીવાર સોશિયલ મીડિયા પર વ્યક્ત થાય છે. તે ખૂબ જ રસથી ક્રિકેટ જુએ છે પરંતુ એક અંધશ્રદ્ધાને કારણે તેમને T20 વર્લ્ડ કપ ફાઇનલ જોઈ ન હતી. અમિતાભ બચ્ચને લખ્યું કે, " કહ્યું હતું કે જો હું નહીં જોઉં તો હું જીતીશું, અને મેં જોયુંતેવું થઇ ગયું." અનેક લોકો અમિતાભના ટ્વિટને એન્જોય કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિએ મજાકમાં લખ્યું કે, "આને કહેવાય ચમત્કારી બાબા જય બાબા કરોડપતિ".

ADVERTISEMENT
અમિતાભ બચ્ચન લાંબા સમયથી આ ટોટકાને ફોલો કરે છે. વર્ષ 2007 માં તેમને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોઈ મેચ તણાવપૂર્ણ હોય તો તે તેને લાઇવ જોતા નથી, એ ડરથી કે ભારત હારી જશે. 2011 ના વર્લ્ડ કપમાં તેમને ડર હોવા છતાં મેચ જોઈ. જીત બાદ અમિતાભ બચ્ચને ટ્વિટ કર્યું, "હું મેચ જોવા માટે અંધશ્રદ્ધાળુ છું કેમ કે મને લાગે છે કે આપણે હારી જઈશું... પરંતુ મને ખબર નથી કે આજે હું ટીવી સામે બેસીને ધોનીના છગ્ગા સુધી જોતો રહ્યો."
ADVERTISEMENT
2023 ODI વર્લ્ડ કપમાં જ્યારે ભારત સતત જીતી રહ્યું હતું ત્યારે અમિતાભ બચ્ચને ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઇનલ બાદ ટ્વિટ કર્યું હતું કે, "જ્યારે હું મેચ નથી જોતો, ત્યારે આપણે જીતીએ છીએ!" આ માત્ર મેચ જોવા વિશે નથી. અમિતાભ બચ્ચનની બીજી અંધશ્રદ્ધાઓ પણ છે. તેમને એક વાર પોતાના બ્લોગમાં લખ્યું હતું કે તેમને ચિંતા છે કે એક પગ બીજા પગ પર રાખીને બેસવું કે નહીં, જૂતા પહેરવા કે નહીં, કયો પગ ઉપર રાખવો વગેરે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.