ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / કોણ છે ઈશાન કિશનની લેડી લવ અદિતિ હુંડિયા? કરે છે આ બિઝનેસ

મનોરંજન / કોણ છે ઈશાન કિશનની લેડી લવ અદિતિ હુંડિયા? કરે છે આ બિઝનેસ

Published By: Nirav Kumar

Last Updated: 04:21 PM, 9 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે રવિવારે ઇન્ડિયાની વર્લ્ડ કપ જીત બાદ સેલિબ્રેશનના માહોલ દરમિયાન ઇશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ છે.

ADVERTISEMENT

ગઈકાલનો દિવસ ભારતની ટીમ માટે ઐતિહાસિક હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026 ની ઐતિહાસિક ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું હત. જેમાં આખો દેશ સેલિબ્રેશનના વાતાવરણમાં હતો. ટીમ ઇન્ડિયાના સેલિબ્રેશનના અસંખ્ય ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન ઇશાન કિશન જીત બાદ ભારતીય ધ્વજમાં લપેટાયેલો અને નાચતો જોવા મળ્યો હતો. પરંતુ તેની ગર્લફ્રેન્ડે આ પ્લેયર કરતાં ફેન્સના દિલ જીતી લીધા હતા. દરેક વ્યક્તિ ઇશાનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા વિશે જાણવા માંગે છે કે તે કોણ છે અને તે શું કરે છે.

vtv app promotion

જ્યારે ઇશાન કિશન મેચ જીત્યા બાદ સેલિબ્રેશન કરી રહ્યો હતો ત્યારે અદિતિ હુંડિયા સ્ટેન્ડ પરથી નીચે ઉતરી અને સીધો મેદાન પર આવી હતી. ઇશાન પોતાનો જોય કાબૂમાં રાખી શક્યો નહતો અને સ્ટેડિયમમાં અદિતિને ગળે લગાવી દીધી હતી. આ સિવાય  ઇશાન કિશન તેની ગર્લફ્રેન્ડને કિસ કરતો પણ જોવા મળ્યો, જેના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

  • કોણ છે અદિતિ ?

અદિતિ હુંડિયા જયપુરની રહેવાસી છે. તે એક મોડેલ અને એન્ટરપ્રેન્યોર છે. જયપુરમાં જન્મેલી અને મોટી થયેલી અદિતિએ હાયર એજ્યુકેશન માટે જયપુરની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો તે પહેલાં શહેરની ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અહેવાલો અનુસાર અદિતિએ વિદ્યાર્થીકાળથી જ કોલેજ ફેશન શો અને લોકલ ઇવેન્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું, જેનાથી તેની પેજન્ટ કરિયરનો માર્ગ મોકળો થયો હતો.

Aditi Hundia (3)

2017 માં મિસ ઈન્ડિયામાં ભાગ લીધા બાદ અને ફાઇનલિસ્ટ બની હતી. તેના બરાબર એક વર્ષ બાદ તેને મિસ દિવા સુપરનેશનલ તાજ પહેરાવવામાં આવ્યો અને મિસ દિવા સુપરનેશનલ 2019 માં મિસ ઈન્ડિયા તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર 3,50,000 થી વધુ ફોલોઅર્સ સાથે તેને પોતાને કન્ટેન્ટ ક્રિએટર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે પણ સ્થાપિત કરી છે.

વધુ વાંચો : ગર્લફ્રેન્ડને કિસ, ઈશાન કિશન સાથે ગરબા, T20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યાં બાદ હાર્દિકનું અનોખું સેલિબ્રેશન

તેની ટૂંકી પરંતુ સફળ પેજન્ટ કરિયર બા અદિતિ ફેશન મોડેલિંગમાં ગઈ હતી. અદિતિએ થોડા વર્ષો પહેલા પોતાનું ફેશન અને મેકઅપ લેબલ લોન્ચ કર્યું હતું અને હાલમાં તે તેને વધારી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અદિતિ ઈશાન સાથે છે અને બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. વર્લ્ડ કપ ફાઇનલમાં તેની હાજરીને અનેક લોકો દ્વારા એક પ્રકારની સોફ્ટ લોન્ચ માનવામાં આવતી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Victory Celebration Aditi Hundia Ishan Kishans Girlfriend

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ