બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ગર્લફ્રેન્ડને કિસ, ઈશાન કિશન સાથે ગરબા, T20 વર્લ્ડ કપ ટ્રોફી જીત્યાં બાદ હાર્દિકનું અનોખું સેલિબ્રેશન
Last Updated: 11:32 AM, 9 March 2026
Hardik Pandya Celebration: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાએ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી પરાજય આપી ત્રીજી વાર વિશ્વ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ઐતિહાસિક મેચ બાદ મેદાન પર ખેલાડીઓએ પરિવારજનો અને મિત્રો સાથે જોરદાર ઉજવણી કરી હતી. આ દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા ખાસ ચર્ચામાં રહ્યા.
ADVERTISEMENT
Hardik Pandya and Ishan Kishan dancing with their girlfriends after winning the T20 World Cup 2026.!!#hardikpandya #INDvsNZ #IndiaVsNewZealand #T20WorldCup2026final
— urstruly.1 (@VikashChou70911) March 8, 2026
pic.twitter.com/zqFK5LQY8w
ટીમ ઈન્ડિયાની જીત બાદ ખેલાડીઓના પરિવારજનો પણ મેદાન પર પહોંચી ગયા હતા અને સૌએ સાથે મળીને આ ઐતિહાસિક જીતનો આનંદ મનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને કિસ કરતા જોવા મળ્યા હતા. જેને લઈને ચાહકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ ક્ષણોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
ADVERTISEMENT
Hardik Pandya and his GF Maheika Sharma dancing away from team 😂 pic.twitter.com/NjuuMdIMBj
— Jeet (@JeetN25) March 8, 2026
આ ઉપરાંત સેલિબ્રેશન દરમિયાન હાર્દિક પંડ્યા અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન પણ ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા. બંને ખેલાડીઓ મેદાન પર ગરબા રમતા અને ભાંગડા કરતા નજરે પડ્યા હતા. ટીમ ઈન્ડિયાની જીત બાદ ખેલાડીઓનો આ મસ્તીભર્યો અંદાજ ચાહકોને ખૂબ ગમ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 દરમિયાન હાર્દિક પંડ્યાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નવા બોલથી અસરકારક બોલિંગ હોય કે પછી અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ, દરેક વિભાગમાં હાર્દિકે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ખાસ કરીને સ્લોગ ઓવરમાં તેમના પાવર હિટિંગે વિરોધી ટીમના બોલરોને મુશ્કેલીમાં મૂક્યા હતા. આખા ટૂર્નામેન્ટ દરમિયાન હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયા હતા.
ફાઈનલ મેચની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ભારતીય ટીમના ટોપ ત્રણ બેટ્સમેનોએ તોફાની બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડના બોલરોને દબાણમાં મૂકી દીધા હતા.
ADVERTISEMENT
Hardik Pandya celebrating the T20 World Cup victory with his girlfriend Mahieka Sharma. pic.twitter.com/IhJGFFlvP6
— MuFFatLal Bohra (@arshdeep3444) March 8, 2026
વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહોતી. ટીમ માત્ર 19 ઓવરમાં 159 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાએ 96 રનથી ભવ્ય જીત નોંધાવી હતી.
ADVERTISEMENT

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાની દબદબો સાબિત કર્યો છે. બીજી તરફ ખેલાડીઓની મેદાન પરની ઉજવણી અને ખાસ કરીને હાર્દિક પંડ્યા અને માહિકા શર્માની ક્ષણો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ જીત સાથે જ ભારતે એ કરી બતાવ્યું છે જે દુનિયાની કોઈ ટીમ આજ સુધીમાં નથી કરી શકી. ટીમ ઇન્ડિયા ત્રીજી વાર ટી20 ચેમ્પિયન બનનારી દુનિયાની પહેલી ટીમ બની ચૂકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.