બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વધુ એક જીલ્લામાં ગુલ્લીબાજ શિક્ષકો ઝડપાયા, રજા વગર જ ચાલુ નોકરીએ શિક્ષકો વિદેશ પ્રવાસે
Last Updated: 04:31 PM, 13 August 2024
રાજ્યમાં શિક્ષકોની વગર મંજૂરીની રજાઓની ઘટના પૂર્ણ થવાનું નામ જ નથી લઇ રહ્યું. આ શિક્ષકોમાં વધારે 4 પ્રાથમિક શાળાઓના શિક્ષકોનો ઉમેરો થવા પામ્યો છે. જેમાં વડોદરા જિલ્લાની 4 પ્રાથમિક શાળાઓને લઇ વડોદરા જિલ્લા શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી બહાર આવી છે.
ADVERTISEMENT
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ધોરીવગા, લખડીકુઈ, સોખડારાઘુ અને ટીંબીપુરા પ્રાથમિક શાળાઓના શિક્ષકો ત્રણ વર્ષથી બિન અધિકૃત રીતે ગેરહાજર હોવાની જાણ થઇ છે. ત્યારે આ ઘટનાને પગલે વડોદરાનું શિક્ષણ તંત્ર હચમચી જવા પામ્યુ છે.
ADVERTISEMENT
છેલ્લા ત્રણ વર્ષથી પાદરા તાલુકાની ચાર પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશ પ્રવાસે ગયા હોવાની જાણ સુદ્ધા વડોદરા તંત્રને નથી. ઉપરાંત શાળાઓમાં તમામ શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર જોવા મળ્યા છે. જેના કારણે નવા શિક્ષકો ન મુકાતા બાળકોના શિક્ષણ પર મોટી અસર પડી છે.
વધુ વાંચોઃ 'અમારી નજર બની રહેશે', બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત જોતા હવે અમેરિકા પણ સખ્ત બન્યું
પાદરા તાલુકાના ધોરીવગા, લખડીકુઈ, સોખડારાઘુ, ટીંબીપુરા પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશમાં ફરી રહ્યાં છે. જોમાં આ શાળાઓના રજીસ્ટરમાં શિક્ષકો બિન અધિકૃત રીતે ગેરહાજર નોંધાયા છે. મળતી માહિતી મુજબ શિક્ષકોએ રજા મંજુરી પણ લીધી નથી, અને શિક્ષકોએ વિદેશ પ્રવાસે જતાં પહેલા કોઈને જાણ પણ નથી કરી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ શિક્ષકો પર કેવા પગલા લેવામાં આવશે તે જોવું રહ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.