બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:55 PM, 13 August 2024
America Statement : બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ ચાલી રહેલી હિંસા પર અમેરિકાએ ફરી એક નિવેદન જાહેર કર્યું છે. વાસ્તવમાં અમેરિકાએ કહ્યું કે, અમે સંપૂર્ણ તકેદારી રાખીશું. અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય 'વ્હાઈટ હાઉસ'એ કહ્યું કે, અમે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખીશું. તેમણે એ પણ ભાર મૂક્યો કે, રાષ્ટ્રપતિ જો બિડેન માનવ અધિકારના મુદ્દાઓ પર સ્પષ્ટ અને હિંમતથી બોલવાનું ચાલુ રાખશે.
ADVERTISEMENT
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે પણ હિન્દુ-અમેરિકન જૂથો અને ભારતીય-અમેરિકન ધારાશાસ્ત્રીઓની અપીલનો જવાબ આપ્યો જેમાં તેમણે હિન્દુઓની સલામતીનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ લોકોએ માંગ કરી હતી કે બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયના જાન-માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકી સરકાર હસ્તક્ષેપ કરે. જેને લઈ હવે જીન-પિયરે કહ્યું કે, અમે ચોક્કસપણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું,. મારી પાસે આ સિવાય બીજું કંઈ કહેવાનું નથી. પરંતુ જ્યારે પણ માનવાધિકાર સંબંધિત મુદ્દાઓની વાત આવે છે ત્યારે રાષ્ટ્રપતિ (જો બિડેન) જાહેર અને ખાનગીમાં સ્પષ્ટ અને ખુલ્લેઆમ બોલતા આવ્યા છે અને તેમ કરતા રહેશે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી સેંકડો હિંદુ-અમેરિકન નાગરિકો બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાયના કથિત માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓ વિરુદ્ધ અમેરિકાના વિવિધ શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ કાઢી રહ્યા છે. રવિવારે એટલાન્ટામાં એક માર્ચને સંબોધિત કરતા સાંસદ સીન સ્ટીલે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને હિતોની ખાતરી કરવા માટે અપીલ કરી હતી. અન્ય ઘણા સાંસદોએ પણ આવા જ મંતવ્યો વ્યક્ત કર્યા હતા અને આ માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશની વચગાળાની સરકાર હવે હિન્દુઓના મુદ્દે બેકફૂટ પર છે. વચગાળાની સરકારે ખાતરી આપી છે કે, દુર્ગા પૂજાના અવસર પર ત્રણ દિવસની રજા આપવામાં આવશે. આ સિવાય વચગાળાની સરકારે પણ તેમને સુરક્ષાની ખાતરી આપી છે. શેખ હસીનાના બળવા પછી 27 જિલ્લામાં હિંદુઓ પર હુમલા થયા. મહેરપુરના ઈસ્કોન મંદિર સહિત અનેક સ્થળોએ હિન્દુ આસ્થાના મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને મૂર્તિઓ પણ તોડી નાખવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.