બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Tamil Nadu government bans cotton candy based on suspicion, reality check done in Ahmedabad

નો-કેમિકલ / શું કોટન કેન્ડી ખાવાથી કેન્સર થાય છે? અમદાવાદમાં થયો રિયાલિટી ચેક, ખૂલ્યું સાવ તમિલનાડુથી ઉલટું

Dinesh

Last Updated: 11:37 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: તમિલનાડુ સરકારે શંકાના આધારે ચેન્નઈના મરિન બીચ પરથી કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યાં જે બાદ તેનું તમિલનાડુની સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું

કોટન કેન્ડી એટલે કે બુદ્ધિના બાલ. જે દરેક બાળકોની મનપસંદ વસ્તુ છે. અને બહાર નીકળતાની સાથે જ તે ખાવા માટે બાળકો ધમપછાડા કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો. આ બુદ્ધિના બાલ ખાવાથી કેન્સજ જેવી ભયાનક બીમારી તમારા બાળકને થઈ શકે છે. આવો જ દાવો તમિલનાડુ સરકારે કર્યો છે. અને કોટન કેન્ડી પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે સવાલ એ થતો હશે કે,  શું કહીકતમાં કોટન કેન્ડી ખાવાથી બાળકોને કેન્સર થાય છે. શું ગુજરાતમાં પણ અખાદ્ય કોટન કેન્ડી બાળકો ખાય છે. 

શું કોટન કેન્ડી ખાવાથી કેન્સર થાય છે?
બુદ્ધિના બાલ તો નાના બાળકોથી લઈને મોટેરા સધુ તમામને પસંદ હોય છે. બહાર ટહેલવા કે, ફરવા નિકળીએ એટલે બુદ્ધિના બાલ ખાવાનું ચૂકતા નથી. પરંતુ તે જ બુદ્ધિના બાલથી કેન્સર થાય છે. અને આ પ્રકારનો દાવો તમિલનાડુ સરકારના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જ્યારે તમિલનાડુ સરકારે શંકાના આધારે ચેન્નઈના મરિન બીચ પરથી કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યાં જે બાદ તેનું તમિલનાડુની સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં કોટન કેન્ડીમાં રોડામાઈન-બી કેમિકલ મળી આવ્યું. જે બાદ સમગ્ર તમિલનાડુમાં કોટન કેન્ડી એટલે કે, બુદ્ધિના બાલના વેચાણ પર પ્રતિબંધ મુકી દેવાયો.

તમિલનાડુમાં પ્રતિબંધ બાદ VTV NEWSનું રિયાલિટી ચેક 
હવે સવાલ એ થાય છે કે, આ સવાલો દરેક લોકોના મનમાં છે. પરંતુ સરકાર હજૂ ઊંઘી રહી છે. પરંતુ વીટીવી ન્યૂઝને લોકોના અને ખાસ કરીને બાળકોના જીવનની પરવા હોવાથી રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદના પ્રખ્યાત લો-ગાર્ડન ખાતે પહોંચ્યું. અને અહીં કોટન કેન્ડી બનાવતા વેપારીઓની મુલાકાત લઈને જ સત્ય જાણવાનો પ્રયાસ કર્યો.

વાંચવા જેવું: મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ઉતાર્યા દિગ્ગજ નેતા, કહ્યું મને પોરબંદરથી ચૂંટણી લડવાનો આદેશ મળ્યો

કોટન કેન્ડી વેચતા વેપારીઓ સાથે મુલાકાત 
માત્ર એક વેપારી જ નહીં. નાના-નાના છૂટક વેપારીઓ કે, જે કોટન કેન્ડી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને પણ મળ્યા. અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદમાં પણ કોટન કેન્ડીનું ધોમ વેચાણ થાય છે. અને બાળકો આરોગે છે. પરંતુ અહીં ખાંડની સાથે ખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. આમ પહેલી નજરે તો અમદાવાદમાં વેચાતી કોટન કેન્ડી ખાદ્ય હોવાનું સામે આવ્યું છે. અહીં તમિલનાડુંની જેમ કોઈપણ ઝેરી કેમિકલનો ઉપયોગ નથી થતો. છતાં આ મુદ્દે આરોગ્ય વિભાગે પણ તપાસ કરવી જોઈએ તેવું લોકોનું માનવું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ