બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Congress candidate Lalit Vasoya will contest from Porbandar seat

BIG BREAKING / મનસુખ માંડવિયા સામે કોંગ્રેસે ઉતાર્યા દિગ્ગજ નેતા, કહ્યું મને પોરબંદરથી ચૂંટણી લડવાનો આદેશ મળ્યો

Dinesh

Last Updated: 10:27 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: લલિત વસોયાને ચૂંટણી લડવાને લઈ દિલ્હીથી કોંગ્રેસ હાઈકમાન્ડનો આવ્યો કોલ, કહ્યું કે,મને કોંગ્રેસ પક્ષનો આદેશ મળી ગયો છે હું તેમનો આભાર માનું છું

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસ પણ 39 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બીજી ઉમેદવાર યાદી જાહેર કરવા કવાયત હાથ ધરી છે. દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બેઠકોને લઇ થઇ ચર્ચા કરાઈ છે.

લલિત વસોયા કોંગ્રેસના ગ્રુપથી લેફ્ટ થયાના ખોટા સમાચાર વાયરલ થયા, અફવા મામલે  ખુદ કરી ચોખવટ | MLA, Lalit Vasoya, False news, leaving Congress group,  viral, spread

ગુજરાતની 24 બેઠકને લઈ ચર્ચા

કોંગ્રેસની મેળલી આ બેઠકમાં ગુજરાતની 24 બેઠકને લઈ પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બેઠકમાં CAAને લઇને પણ ચર્ચા થઈ છે. સૂત્રો પાપ્ત વિગતો મજબ  રાજસ્થાનમાં અશોક ગેહલોતના દીકરા વૈભવ ગેહલોતના નામ પર ચર્ચા થઈ હોવાની પણ વિગતો છે. 

લલિત વસોયા પોરબંદરથી ચૂંટણી લડશે

દિલ્લીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે, લલિત વસોયાને ચૂંટણી લડવાને લઈ દિલ્હીથી કોલ આવ્યો છે. લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવા સૂચના અપાઈ છે. દિલ્હી CECની બેઠકમાંથી હાઈકમાન્ડનો વસોયા પર ફોન કર્યો હોવાની વિગતો ધ્યાને આવી છે. પોરબંદર બેઠક પર ભાજપના મનસુખ માંડવીયા સામે લલિત વસોયા મેદાને ઉતરશે તેવી વિગતો ધ્યાને આવી છે.  
આ મુદ્દે લલિત વસોયા VTV સાથે વાતચીત કરતા કહ્યું કે, મને કોંગ્રેસ પક્ષનો આદેશ મળી ગયો છે હું તેમનો આભાર માનું છું.  

વાંચવા જેવું: 'ઉંદરામાં તારૂ કોણ છે કે મામેરૂ ભરશે', ગામલોકોએ બાપ વગરની દીકરીનું 7.70 લાખનું મામેરું ભરી મહેણું ભાંગ્યું

દમણ-દીવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર

કોંગ્રેસે સંઘ પ્રદેશ દમણ-દીવ બેઠક પરથી લોકસભાના ઉમેદવારનું નામ જાહેર કર્યુ છે. કેતન પટેલને ચૂંટણી લડવાના આદેશ મળ્યા છે. અત્રે જણાવીએ કે, દમણ ભાજપના ઉમેદવાર લાલુ પટેલ સામે કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલની ટક્કર થશે

સ્ક્રિનિંગ કમિટીની રચના કરાઈ

ગાંધીનગરમાં લોકસભાની ચૂંટણીને લઇ સ્ક્રિનિંગ કમિટીની રચના કરવામાં આવી છે. આચારસંહિતાની નવી અમલવારી સંદર્ભે કમિટીની રચના કરવામાં આવી. ચીફ સેક્રેટરી, વિભાગના વડા તથા એડિશનલ ચીફ સેક્રેટરી સામાન્ય વહિવટ વિભાગનો સ્ક્રિનિંગ કમિટીમાં સમાવેશ થયો. આચારસંહિતાના અમલિકરણ સમયે સરકાર જરૂરી મંજૂરી સંદર્ભે કમિટી નિર્ણય કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચને સીધા મંજૂરી માટે ન જતા સ્ક્રિનિંગ કમિટી સમક્ષ મંજૂરી લઇ શકાશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ