બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A unique example of humanity in Racha village of Saraswati taluk of Patan district

પાટણ / 'ઉંદરામાં તારૂ કોણ છે કે મામેરૂ ભરશે', ગામલોકોએ બાપ વગરની દીકરીનું 7.70 લાખનું મામેરું ભરી મહેણું ભાંગ્યું

Dinesh

Last Updated: 09:06 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

patan news: કલ્યાણા ગામના સીતાબેને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરૂ ભરવા અરજ કરી હતી.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમા માનવતાનુ અનોખુ ઉદાહરણ સામે આવ્યુ છે. પિતા તેમજ ભાઈ વગરની દીકરીને ઉંદરાના ગ્રામજનોએ વાજતે ગાજતે મામેરૂ ભર્યુ હતુ. કલ્યાણા ગામના સીતાબેને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરૂ ભરવા અરજ કરી હતી. 

 

પિતા-ભાઈ વગરની દીકરીનું ગ્રામજનોએ ભર્યું મામેરૂ

ઉંદરા ગામે કંકોત્રી આપવા જતા સીતાબેનને સાસરી પક્ષના લોકોએ મહેણું માર્યુ હતુ કે ઉંદરા ગામમા તારૂ કોણ છે કે જેઓ લગ્નમાં આવશે. તેથી સીતાબેને કંકોત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરૂ ભરી સાસરીયાનુ મહેણું ભાગવા વિનંતી કરી હતી. તેથી ગામની દીકરીનુ મહેણું ભાગવા ઉંદરા ગામ એક થઈને વાજતે ગાજતે મામેરૂ ભરવા ગયુ હતુ. ઉંદરા ગામના તમામ સમાજના લોકોએ એકસંપ થઈ 7.50 લાખ રૂપિયાનુ મામેરૂ ભરીને મહેણું ભાગ્યુ હતુ. 

વાંચવા જેવું: કેવું રહેશે આગામી 5 દિવસનું વાતાવરણ, ગરમીના વાયરા વાયા, જુઓ હવામાન વિભાગની આગાહી

7.50 લાખ રૂપિયાનુ મામેરૂ ભર્યું

જેમાં ઉંદરા ગામના વાલ્મિકી સમાજના લોકો પણ ઢોલ સાથે મામેરામાં જોડાયા હતા. ભાઈ અને પિતા વગરની દીકરીને રૂપિયા સાડા સાત લાખનુ મામેરૂ ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનુ મહેણું ભાગ્યુ હતુ. ચંદજી ઠાકોરે જણાવ્યું હતું કે, આ બહેનના પિતા કે અન્ય કોઈ પિયરમાં પરિજનો ન હોવાથી સમગ્ર ઉંદરા ગામના લોકોએ આ બેહનનું મામેરૂ ભર્યું છે. જેમાં રૂપિયા 7 લાખથી વધુની રકમ આપવામા આવી છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ