બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / taliban fatwa no permission to coeducation in school and Colleges

નિયમ / તાલિબાનોનાં વિચિત્ર ફતવા, સ્કૂલોમાં ભણતા છોકરા છોકરીઓ માટે લાગુ કરી દીધો નવો નિયમ

Published By: Bhushita

Last Updated: 09:07 AM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓના અધિકારોનું સમ્માન કરવાનો દાવો કરનારા તાલિબાનનું ફરેબ દુનિયાની સામે આવ્યું છે. નવી સરકાર બનાવવા તૈયાર તાલિબાને સહશિક્ષા રોકની જાહેરાત કરી છે.

  • તાલિબાનોનાં વિચિત્ર ફતવા
  • સ્કૂલોમાં ભણતા છોકરા છોકરીઓ માટે લાગુ કરી દીધો નવો નિયમ
  • છોકરા છોકરીઓને એકસાથે ભણવા માટેની મંજૂરી નહી

તાલિબાનોના વિચિત્ર ફતવાની વાતમાં હવે એક નવી વાત સામે આવી છે. મહિલા અધિકારોનું સમ્માન કરવાનો દાવો કરનારા તાલિબાનોની ફરેબની દુનિયા લોકોની સામે આવી છે. યુદ્ધગ્રસ્ત દેશમાં નવી સરકાર બનાવવા તૈયાર તાલિબાને સહશિક્ષા પર રોક લગાવી છે. કોલેજ અને વિશ્વ વિદ્યાલયમાં છોકરા અને છોકરીઓને એકસાથે ભણવાની મંજૂરી અપાશે નહીં.  

આ સાથે આ નિયમ પણ કર્યો લાગૂ
સાથે જ ફતવામાં જણાવાયું છે કે પુરુષ શિક્ષકોને છોકરીઓને ભણાવવાની પરમિશન મળશે નહીં. આ નિર્ણય શેખ અબ્દુલ બાકી હક્કાનીને કાર્યવાહક ઉચ્ચ શિક્ષામંત્રી બનાવાયાના થોડા દિવસમાં જ લેવાયો છે.  

રિપોર્ટમાં કહેવાયું છે કે તાલિબાન અધિકારીઓએ ગયા અઠવાડિયે અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં આદેશ આપ્યા છે કે વિશ્વવિદ્યાલયોમાં યુવક અને યુવતીઓને એક જ ક્લાસમાં બેસીને અભ્યાસ કરાવાશે નહીં.  તેઓએ કહયું કે સહશિક્ષાને કાયમ રાખવી તે કોઈ પણ પ્રકારનું ઔચિત્ય નથી અને આ વ્યવસ્થાને બંધ કરી દેવી જોઈએ. નવા કાર્યવાહક શિક્ષામંત્રીએ કહ્યું કે શિક્ષણ ગતિવિધિ શરિયા કાયદાના આધારે કાયમ રહેશે.  

શું કહે છે હક્કાની
હક્કાનીએ કહ્યું કે વિશ્વવિદ્યાલયોમાં યુવક અને યુવતીઓને એકસાથે અભ્યાસની પરમિશન રહેશે નહીં. આની જગ્યાએ શરીયતના અનુસાર અલગ અલગ કક્ષામાં બેસવાનું રહેશે. હક્કાનીએ ખાનગી અને સરકારી વિશ્વવિદ્યાલયોની સાથે બેસીને આ જાહેરાત કરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Coeducation College Rule school taliban fatwa તાલિબાન નિયમ ફતવો શરિયા કાયદો સહશિક્ષા taliban fatwa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ