બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / sydney thunder vs adelaide strikers big bash league lowest innings totals in t20
Vaidehi
Last Updated: 06:38 PM, 16 December 2022
ADVERTISEMENT
ઓસ્ટ્રેલિયન ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ બીગ બેશ લીગનો આજે મોટો દિવસ રહ્યો છે કારણકે એડિલેડ સ્ટ્રાઇકર્સે સિડની થંડર્સને શરમજનક રીતે માત આપી છે. માત્ર 15 રન બનાવી શકી સિડની ટીમની સામે એડિલેડ સ્ટ્રાઇકર્સ ટીમનાં બોલર્સે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું છે. સિડની ટીમનો 15 રનોનો સ્કોર ટી20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર છે.
DO NOT SCRATCH YOUR EYES #BBL12 pic.twitter.com/dhmQucBxrn
— KFC Big Bash League (@BBL) December 16, 2022
ADVERTISEMENT
બીગ બેશ લીગની આ પાંચમી મેચ
ઓસ્ટ્રેલિયન ટી20ની આ સીઝનમાં બીગ બેશ લીગની આ પાંચમી મેચ છે જે સિડની થંડર્સ અને એડિલેટ સ્ટ્રાઇકર્સની વચ્ચે રમવામાં આવી હતી. સિડનીનાં મેદાન પર રમવામાં આવેલા આ મેતમાં એડિલેડ ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ કરી હતી. જેમાં ટીમે 9 વિકેટનાં નુક્સાન પર 139 રનો બનાવ્યાં હતાં.
The replay you've all been waiting for... #BBL12 #StrikeShow pic.twitter.com/IHeDDi54vU
— Adelaide Strikers (@StrikersBBL) December 16, 2022
બોલર્સ હેનરી અને એગરનો જાદૂ
આ સ્કોર જોઇને લાગ્યું હતું કે સિડનીની ટીમ આ મેચ સરળતાથી જીતી લેશે પરંતુ આખી મેચ ક્ષણભરમાં પલટાઇ ગઇ હતી. એડિલેડ ટીમ માટે તેજ બોલર હેનરી થૉર્ટન અને વેસ એગર તૂફાની બોલિંગે સિડનીનાં બેટ્સમેનને ચોંકાવ્યાં હતાં. બંને બોલર્સે મળીને 9 વિકેટ લીધી હતી અને સિડનીની આખી ટીમે 5.5 ઓવરમાં માત્ર 15 રનો કર્યાં હતાં.
5.5 ઓવરમાં માત્ર 15 રન
સિડનીનાં તમામ ખેલાડીઓએ મળીને 5.5 ઓવરમાં માત્ર 15 રન કર્યાં અને એડિલેડ ટીમનાં ખૂંખારોએ 9 વિકેટ લઇ મેચ સમાપ્ત કરી દીધી. આ રીતે એડિલેડ સ્ટ્રાઇકર્સ ટીમે આ મેચ 124 રનોથી જીતી છે. મેચમાં હેનરીને પ્લેયર ઓફ ધી મેચ પસંદ કરવામાં આવ્યું જેણે 2.5 ઓવરમાં માત્ર 3 રન આપીને 5 વિકેટ પોતાના નામ કરી હતી. જ્યારે એગરે 2 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ લીધી હતી.
15 ALL OUT! #BBL12 pic.twitter.com/N5ZajhHRJx
— Akhil Babu (@Akhil7Cena) December 16, 2022
કોઇપણ બેટ્સમેન 2 આંકડાનો સ્કોર ન કરી શક્યું
સિડની ટીમનાં તમામ બેટ્સમેન 2 આંકડાનાં રન બનાવી જ ન શક્યો. 11 ખેલાડીઓએ આ રીતે 0, 0, 3, 0, 2, 1, 1, 1, 0, 0, 4, 1 જેટલા રન બનાવ્યાં. આ ટીમનાં બંને ઓપનિંગ પ્લેયર્સ એલેક્સ હેલ્સ અને મેથ્યૂ ગિલ્કેસ તો પોતાનું ખાતું પણ ન ખોલી શક્યાં.
સિડનીની ટીમે બનાવ્યો શરમજનક રેકોર્ડ
સિડની થંડર્સે આ 15 સ્કોરની સાથે જ ટી20 ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ બનાવી લીધો છે. સિડનીની ટીમ ટી20 ફોર્મેટમાં સૌથી નાનો સ્કોર બનાવનારી ટીમ બની ગઇ છે. તેમણે ત્રણ વર્ષ જૂનો તૂર્કીનો રેકોર્ડ તોડ્યો છે. તુર્કી ટીમે 30 ઓગસ્ટ 2019નાં ચેક રિપબ્લિકની સામે મેચ રમી હતી જેમાં તુર્કીએ 8.3 ઓવરમાં 21 રનો જ બનાવ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.