બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું તમને પણ આવે છે વારંવાર આવા સપના? તો થશે ધનવર્ષા!

સ્વપ્નશાસ્ત્ર / શું તમને પણ આવે છે વારંવાર આવા સપના? તો થશે ધનવર્ષા!

Last Updated: 12:07 PM, 9 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો દેવી લક્ષ્મીની કૃપા તમારા પર થવાની હોય તો તેનો સંકેત સપનામાં મળી જાય છે. ત્યારે ચાલો જાણીએ એ સપના વિશે જે ગરીબી દૂર થવાનો સંકેત આપે છે.

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, ઊંઘમાં દેખાતા સપનાનો ચોક્કસ કોઈ અર્થ જરૂર હોય છે. કેટલાક સપના અશુભ સંકેતો આપે છે તો કેટલાક સપના શુભ સંકેતો આપે છે. ત્યારે આજે જાણીએ કે કયા સપના એવા છે જે સંકેત આપે છે કે વ્યક્તિ પર દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસવાના છે અને તેની બધી આર્થિક સમસ્યાઓ જલ્દી જ ખતમ થવાની છે.

સપનામાં વરસાદ - જો કોઈ વ્યક્તિને સપનામાં વરસાદ દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. આવા સપના એ વાતનો સંકેત આપે છે કે ખાસ કરીને પૈસા સંબંધિત સમસ્યાઓ ટૂંક સમયમાં ખતમ થવાની છે.

dream.jpg

સફેદ હાથી - જો સપનામાં વારંવાર સફેદ હાથી દેખાય છે, તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવી રહી છે. જલ્દી જ અચાનક અપાર સંપત્તિ પ્રાપ્ત થવાની છે. માતા લક્ષ્મી ખાસ કૃપા કરવાના છે.

કાનની બુટ્ટીઓ - જો સપનામાં કાનની બુટ્ટી દેખાય છે, તો તે શુભ ફળ આપે છે. સપનામાં કાનની બુટ્ટી દેખાવી એ ક્યાંકથી મોટો આર્થિક લાભ થવાનો સંકેત આપે છે. આ એ વાતનો સંકેત છે કે વ્યક્તિની આર્થિક સમસ્યાઓનો અંત આવવાનો છે અને દેવી લક્ષ્મી તેના પર આશીર્વાદ વરસાવશે.

Dream_3.jpg

સોનું - સપનામાં સોનું દેખાય એ ખૂબ જ શુભ સપનું માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિને સપનામાં સોનું દેખાય છે, તો તેણે સમજવું કે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ ટૂંક સમયમાં તે વ્યક્તિ પર વરસશે. વ્યક્તિ ધનવાન બનવાનો છે.

આ પણ વાંચો: હોળીના દિવસે જ ચંદ્રગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પિરિયડ, થશે ધન લાભ!

વીંટી પહેરતા દેખાય - સપનામાં પોતાને વીંટી પહેરેલી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ સપનું સૂચવે છે કે વ્યક્તિના સારા દિવસો શરૂ થવાના છે. માતા લક્ષ્મી કૃપા વરસાવવાના છે. તે વ્યક્તિ જલ્દી જ ધનવાન બનવાનો છે.

સાપ - સપનામાં સાપ દેખાય તો એ એક ડરામણું સપનું હોઈ શકે છે, પરંતુ તે એક શુભ સપનું પણ હોઈ શકે છે. જો સપનામાં જોવા મળતો સાપ તેના દર પાસે દેખાય તો તે શુભ સપનું માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે વ્યક્તિને નજીકના ભવિષ્યમાં નાણાકીય લાભ થવાનો છે.

દીવો - સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં પ્રગટેલો દીવો દેખાય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સપનાનો અર્થ એ છે કે વ્યક્તિને ભારે આર્થિક લાભ થઈ શકે છે. નજીકના ભવિષ્યમાં નાણાકીય સમસ્યાઓનો અંત આવવાનો છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dharma News Swapna Shastra Dreams signs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ