પરિણામ /
Surat Municipal Corporation Result : સુરતમાંથી ગુજરાતની રાજનીતિમાં AAPનું આગમન, કોંગ્રેસનો સફાયો
Team VTV10:37 AM, 23 Feb 21
| Updated: 11:51 PM, 23 Feb 21
સુરત મનપાના 30 વોર્ડની 120 બેઠકોના પરિણામ જાહેર થયા છે. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપની 93, કોંગ્રેસને એકપણ બેઠક નહીં જ્યારે આમ આદમી પાર્ટીની 27 બેઠકો પર જીત થઇ છે.
સુરત મનપાની 27 બેઠક પર AAPના ઉમેદાવારોનો વિજય
સુરતમાં જીતની સાથે ગુજરાતની રાજનીતિમાં આવી AAP
કોંગ્રેસના હાથને જનતાએ તાળી આપીને ઘરે બેસાડી દીધી
સુરત મનપામાં ભાજપનો ફરી પ્રવેશ થઈ ગયો છે. પરંતુ ભાજપ માટે આ વખતે વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ નહીં પણ આમ આદમી પાર્ટી છે. ગુજરાતમાં સુરતના રસ્તેથી રાજનીતિની શરૂઆત કરનાર આમ આદમી પાર્ટીએ સુરતવાસીઓને કહ્યું Thank You...સુરતમાં સવારથી ભાજપ સાથે આમ આદમી પાર્ટીની પેનલ પણ વિજય પ્રાપ્તી તરફ આગળ વધી રહી હતી. જો કે, સી.આર પાટીલનો ગઢ કહેવાતા સુરતમાં અંતે ભાજપે પોતાનું અસ્તિત્વ કાયમ રાખ્યું છે. સુરતમાં AAPના કાર્યકરોએ કેક કાપીને ઉજવણી કરી છે. સુરત મનપામાં AAPને 27 બેઠક મળી છે.
नई राजनीति की शुरुआत करने के लिए गुजरात के लोगों को दिल से बधाई।