બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સતીષ મરાઠાની હ*ત્યાનો LIVE VIDEO! કાર રોકી તલવાર-ચપ્પા સાથે હુમલો, 9 આરોપી પોલીસની પકડમાં
Last Updated: 11:33 AM, 9 August 2026
ભેસ્તાનના ભીમનગર વિસ્તારમાં સરસ્વતી આવાસ મંદિર પાસે કુખ્યાત સતીશ ઉર્ફે સતીશ મરાઠાની સરાજાહેર થયેલી હત્યાએ ચકચાર મચાવી છે. 5 ઓગસ્ટ, બુધવારે બનેલી આ ઘટનામાં આરોપીઓએ સતીશ પર તલવાર, કુહાડી, ધરિયા અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાની સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં સતીશના શરીર અને ચહેરા પર ધારદાર હથિયારોથી કુલ 39 ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
સુરતમાં સતીષ મરાઠાની હ*ત્યાનો LIVE VIDEO! કાર રોકી તલવાર-ચપ્પા સાથે હુમલો, 9 આરોપી પોલીસની પકડમાં#Surat #SatishMaratha #Crime #VTVDigital pic.twitter.com/w6wEInbeN6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 9, 2026
કાર રોકી હુમલાખોરોએ કર્યો હુમલો
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, સતીશ મરાઠા એક યુવતી સાથે સ્વિફ્ટ કારમાં ભેસ્તાન સરસ્વતી આવાસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. અગાઉથી વોચ ગોઠવીને બેઠેલા હુમલાખોરોમાં સામેલ કેટલાક સગીરો બાઇક પર આવ્યા અને કારની ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો. કાચ તૂટતાં સતીશ કારમાંથી બહાર આવ્યો હતો. તે જ સમયે આસપાસ છુપાયેલા અન્ય હુમલાખોરોએ તેને ચારે તરફથી ઘેરી લીધો હતો. ત્યારબાદ તલવાર, ધરિયા, કુહાડી અને ચપ્પુ જેવા હથિયારોથી તેના પર ઉપરાછાપરી હુમલો કરવામાં આવ્યો હતો. સતીશે બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેના પર ફાયરિંગ કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

ADVERTISEMENT
જૂની દુશ્મનીમાં હત્યાનું કાવતરું
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ જૂની અદાવત અને વર્ચસ્વની લડાઈ હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરીમાં ગોડાદરા વિસ્તારમાં ગણેશ ખુટીયા ઉર્ફે કાલુ માલીયા પર થયેલા હુમલા બાદ કેતન ઉર્ફે સન્ની સીરસાઠ અને રાહુલ ઉર્ફે બટકો સહિતના આરોપીઓ લાજપોર જેલમાં ગયા હતા.
ADVERTISEMENT
જેલ દરમિયાન તેમનો સંપર્ક ગુજસીટોક હેઠળ બંધ રાહુલ સોમન મંડલ સાથે થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સતીશ મરાઠા રાહુલ મંડલનો જૂનો દુશ્મન હોવાથી તેને રસ્તામાંથી હટાવવા માટે કાવતરું ઘડાયું હતું.સતીશ પર અગાઉ પણ હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. ગોડાદરા બ્રિજ નીચે આશરે દોઢ મહિના પહેલાં તેના પર મરચાની ભૂકી નાખીને હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સતીશ બચી ગયો હતો.

ADVERTISEMENT
દારૂના સ્ટેન્ડના વિવાદે વેરઝેર વધારી
સતીશ મરાઠા અને રાહુલ મંડલ વચ્ચે દારૂના સ્ટેન્ડ ચલાવવા અને વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના મુદ્દે લાંબા સમયથી વિવાદ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.રાહુલ મંડલ અને તેનો સાથી શિવો ટકલો અલગ-અલગ ગુનાઓમાં જેલમાં ગયા બાદ સતીશે ગોડાદરા વિસ્તારમાં પોતાનું નેટવર્ક મજબૂત બનાવ્યું હતું. ત્યારબાદ તેણે ચોકબજારના પંડોળ વિસ્તારમાં પણ પગપેસારો શરૂ કર્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે સતીશનો વિસ્તાર વધતો જાય તો ભવિષ્યમાં ફરી વર્ચસ્વની મોટી ટક્કર સર્જાઈ શકે તેવી આશંકાથી તેને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડાયું હતું.
ADVERTISEMENT
સૂર્યા મરાઠીની હત્યા જેવી જ મોડસ ઓપરેન્ડી?
તપાસ દરમિયાન પોલીસને એવી પણ કડી મળી છે કે સતીશની હત્યાનું આયોજન અગાઉ થયેલી સૂર્યા મરાઠીની હત્યા જેવી રીતે કરવામાં આવ્યું હતું. રાહુલ મંડલે માથાભારે અને ઝનૂની યુવકો તથા સગીરોને ભેગા કરીને હુમલાખોરોની ટીમ તૈયાર કરી હોવાનું પોલીસનું માનવું છે.હુમલા માટે અગાઉથી હથિયારોની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સતીશના આવવા-જવાના રસ્તા તથા તેના લોકેશન પર નજર રાખવામાં આવી હતી.
ભાગળમાંથી ખરીદાયા હતા ધારદાર હથિયારો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યામાં ઉપયોગમાં લેવાયેલા કુહાડી, તલવાર, ધરિયા અને ચપ્પુ જેવા હથિયારો ભાગળ વિસ્તારની દુકાનોમાંથી ખરીદવામાં આવ્યા હતા.પોલીસને ઘટનાસ્થળેથી એક ધરિયું અને ચપ્પુ મળી આવ્યા છે. બાકીના હથિયારોની શોધખોળ ચાલી રહી છે. સાથે જ હુમલાખોરોને સતીશનું ચોક્કસ લોકેશન કોણે આપ્યું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
9 આરોપી ઝડપાયા, એકની શોધખોળ
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તાપી જિલ્લા LCBની સંયુક્ત ટીમે મહારાષ્ટ્ર તરફ ભાગી રહેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર બાળ કિશોરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ રીતે અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે, જ્યારે રિંકુ નામનો એક આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
હત્યાના પાંચ આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે. જ્યારે સમગ્ર કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવેલા રાહુલ મંડલનો ભેસ્તાન પોલીસ જેલમાંથી કબજો મેળવવાની કાર્યવાહી કરી રહી છે.
હત્યા કેસમાં સામે આવેલા નામ
પોલીસ તપાસનો વ્યાપ વધ્યો
સતીશ મરાઠાની હત્યા માત્ર અંગત અદાવતનું પરિણામ હતી કે તેની પાછળ દારૂના ધંધા અને વિસ્તારના વર્ચસ્વને લઈને ચાલી રહેલી મોટી ગેંગવોર છે, તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
હુમલા માટે હથિયારો ક્યાંથી અને કોની મદદથી મેળવવામાં આવ્યા, સતીશનું લોકેશન હુમલાખોરો સુધી કોણે પહોંચાડ્યું અને સમગ્ર કાવતરામાં જેલમાં બંધ રાહુલ મંડલની ભૂમિકા કેટલી હતી તે અંગે પોલીસ વધુ પુરાવા એકત્ર કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.