બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / Surat an impostor raped a married woman and extorted Rs 14 lakh Sarthana

સુરત / ઢોંગી ભૂવાની મેલી કરતૂત, પરિણીતા પર આચર્યું દુષ્કર્મ, વિધિના બહાને 14 લાખ પડાવ્યા

Dinesh

Last Updated: 10:40 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat news: સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભૂવાએ પરિણીતા પર દુષ્કર્મ આચરી રૂપિયા 14 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે

સુરતના સરથાણા વિસ્તારમાં એક ઢોંગી ભૂવાએ પરિણીતા પર દુષ્કર્મ આચરી રૂપિયા 14 લાખ રૂપિયા જેટલી મતબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ભૂવાએ દુષ્કર્મ આચર્યું અને 14 લાખ પડાવ્યા
વિગતે વાત કરીએ તો સરથાણા જકાતનાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક સ્થિતિ નબળી હતી. જેને લઈને તેમણે આ ભુવાના સંપર્કમાં આવ્યા હતાં. જેથી આ મહિલા અવારનવાર સરથાણા સિલ્વર ચોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કનુ નારાયણ કોરસ નામના ભૂવાના ઘરે દર્શન કરવા જતા હતા. જેમણે તેમની સમસ્યાઓની વાત ભૂવાની કરી હતી. આ દરમિયાન ભુવા અને તેમની પત્ની ફરિયાદી મહિલાને એવી સલાહ આપી હતી કે તમારા ઘરમાં જે પરિસ્થિતિ છે તેને સુધારવા માટે થોડીક વિધિ કરવી પડશે.

વાંચવા જેવું: આને કહેવાય વિકાસ! પોરબંદરમાં સિમેન્ટના રોડ પર પથરાયો ડામર, જુઓ વીડિયો

પોલીસે આરોપીની ધરપકડ કરી 
જે માટે થોડો ખર્ચો થશે જેથી તે મહિલા ટુકડે ટુકડે આ ભુવાને અંદાજિત 14 લાખ જેટલી મતદાર રકમ આપી હતી. આ દરમિયાન ભુવાએ વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. આ સમગ્ર મામલામાં મહિલાને છેતરાયાની અને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જો કે,  સમગ્ર મામલાને લઈ સરથાણા પોલીસે ભુવા કનુ નારાયણપુરા સામે ફરિયાદ નોંધીને ભૂવા કનુ નારાયણ કોરાટની ધરપકડ કરી વધુ  તપાસ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ