બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / સુરત / surat A total of 8 samples of cake pastry ice cream pepper masala ice gola failed

નમુના ફેઈલ / સુરતવાસીઓ આ દુકાનોમાંથી વસ્તુ લેતા પહેલા ચેતજો, કેક પેસ્ટ્રી,આઇસ્ક્રીમ,મરી મસાલા,આઇસ ગોલાના કુલ 8 સેમ્પલ નાપાસ

Kishor

Last Updated: 01:00 AM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એકાદ માસ આગાઉ જુદા જુદા સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. જેમા 8 નમૂના નાપાસ થયા છે.

  • સુરતમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા 
  • કેટલા લોકો બન્યા અખાદ્ય ખોરાકનો શિકાર
  •  કેક, પેસ્ટ્રી,આઇસ્ક્રીમ,મરી મસાલા,આઇસ ગોલાના મળી કુલ 8 સેમ્પલ નાપાસ 

સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ઉનાળાની સિઝનને પગલે આઈસ્ક્રીમ ઉપરાંત મરી મસાલા સહિતના નમુના લેવામાં આવ્યા હતા. જે નમૂના પુથ્થુકરણ અર્થે મોકલી દેવાયા બાદ હવે નમૂના ફેલ થયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મહત્વનું છે કે સુરતના મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એકાદ માસ આગાઉ જુદા જુદા સ્થળો દરોડા પાડવામાં આવ્યા હતા અને શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા. 

માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજોઃ આ વસ્તુમાંથી બનાવાય છે માવો, રાજ્યમાં તંત્ર  દ્વારા 45 એકમો સિલ કરાયા | Diwali 2019 Gujarat drugs and food department  seal 45 sweet factory

સુરતમાં સેમ્પલ લીધા પછી એક મહિના પછી આ નમુનાનો રિપોર્ટ આવ્યો છે. જેમાં કેક પેસ્ટ્રી,આઇસ્ક્રીમ,મરી મસાલા,આઇસ ગોલાના મળી કુલ 8 સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા છે. જેને પગલે પાલિકા દ્વારા આરોગ્ય વિભાગે તમામ 8 સ્થળોએ સિલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી બાજુ માત્ર સીલ મારી સંતોષ માનતા તંત્રએ આ ગંભીર મુદ્દે જાગૃત બનવું જોઈએ અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતાં શખ્સો સામે આખરી કાર્યવાહી કરવી જોઈએ. એટલું જ નહીં એક માસ બાદ રિપોર્ટ આવતા અનેક લોકો તેને ભોગ બન્યા છે. ત્યારે રિપોર્ટ પણ વહેલી તકે આવે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

એટલી દુકાનેથી વસ્તુ ખરીદતા પહેલા સાબદા રહજો

 

  • પાંડેસરાના સાંવરિયા આઈસ્ક્રીમમાં વેનીલા આઈસ્ક્રીમનું સેમ્પલ ફેલ
  • પાંડેસરામાં ભોલેનાથ આઈસ્ક્રીમનું રાજભોગ આઈસ્ક્રીમ સેમ્પલ ફેલ
  • કતારગામ રામ ઔર શ્યામ આઈસ ડીશ
  • ગોલા રાજકોટવાળા ના કાજુ અંજીર આઈસ્ક્રીમ સેમ્પલ ફેલ
  • ભટારમાં પાર્થ આઈસ ગોલાનો ઓરેન્જ સીરપ સેમ્પલ ફેલ
  • અડાજણમાં જય ભાવની ડ્રાયફ્રુટ ડિશ ગોલાનો આઈસ્ક્રીમ સેમ્પલ ફેલ
  • પાલનપુર પાટિયા શાકભાજી માર્કેટ શ્રી લક્ષ્મી મસાલા ગૃહ ભંડાર મરચા પાઉડરનું સેમ્પલ ફેલ
  • અડાજણ હનીપાર્ક રોડ ડેનિશ કેક અને પેસ્ટ્રી શોપ વેનીલા સ્લાઈસનું સેમ્પલ ફેલ
  • ઘોડદોડ રોડ જી બી ફૂડસ એન્ડ કન્ફેક્શનરી પ્રા લિ. નો રોયલ ચોકલેટ કેકનું સેમ્પલ ફેલ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ