બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Supreme Court decision on Uddhav Thackerays plea

દિલ્હી / સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેને આપ્યો મોટો ઝટકો, વિધાયકોની અયોગ્યતાનાં મામલામાં સંભળાવ્યો નિર્ણય

Vaidehi

Last Updated: 07:14 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. SCએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિધાયકોની અયોગ્યતાનાં મામલામાં નિર્ણય સ્પીકરે કરવો જોઈએ તેમાં કોર્ટે દખલ ન કરવી જોઈએ.

  • સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરેની અરજી ફગાવી
  • કહ્યું આ મામલામાં સ્પીકરે નિર્ણય કરવો જોઈએ
  • વિધાયકોની અયોગ્યતાની અરજી પર થઈ સુનાવણી

ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું કે વિધાયકોને અયોગ્ય કરાર કરવાનાં મામલામાં અંતિમ નિર્ણય સ્પીકરનાં હાથોમાં હોય છે. ઉદ્ધવની તરફથી વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે અયોગ્યતાનાં મામલામાં છેલ્લો નિર્ણય સુપ્રીમ કોર્ટે કરવો જોઈએ જે અરજીને આજે SCએ ફગાવી દીધેલ છે. 

ઉદ્ધવ અને શિંદે વચ્ચે ગરમ માહોલ

રાજનૈતિક પાર્ટી શિવસેના પર અધિકારને લઈને એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેની વચ્ચે ગરમ માહોલ જોવા મળી રહ્યો છે. એકનાથ શિંદેનાં નેતૃત્વવાળા સમૂહે સરકારને ફગાવ્યાં બાદ BJPને સમર્થન આપ્યું હતું. જેના કારણે શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બન્યાં હતાં.ત્યારબાદ શિંદેએ શિવસેનાનાં ચૂંટણીનાં ચિહ્ન પર પણ કબ્જો કર્યો છે જેનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે જેની સુનાવણી ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની આગેવાની વાળી પાંચ લોકોની બેંચ કરી રહી છે. 

નબામ રેબિયા કેસનો ઉલ્લેખ કર્યો વકીલે
ઉદ્ધવ ઠાકરેનાં વકીલ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી અને દેવદત્ત કામતે 2016માં નબામ રેબિયા કેસનો ઉલ્લેખ કર્યો. તે સમયે કોર્ટે પોતાનાં નિર્ણયમાં કહ્યું હતું કે સ્પીકરને અયોગ્યતાનાં મામલામાં નિર્ણય કરવાનો અધિકાર નથી. 

નબામ રેબિયાનાં ચુકાદા પર SC
સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'નબામ રેબિયાનાં નિર્ણયમાં પણ કેટલાક ફેરફારોની આવશ્યકતા છે.' કોર્ટે કહ્યું કે 'અમે એવું નથી કહી રહ્યાં કે 2016નો નિર્ણય ખોટો હતો પરંતુ તેમાં કેટલાક ફેરફારો કરીને મજબૂત કરવાની આવશ્યકતા છે.' સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે 'પ્રશ્ન એ છે કે આ ફેરફાર પાંચ જજોની બેંચ કરી શકે છે કે પછી મોટી બેંચ બનાવવી જોઈએ.'

સંકળાયેલા મુદ્દાઓ

Supreme Court Uddhav Thackeray ઉદ્ઘવ ઠાકરે સુપ્રીમ કોર્ટ Supreme Court
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ